Gujarat

એક જ રાતમાં 45 ઘેટા-બકરાના મોત, શરીર પર ઈજાના નિશાન મળ્યા

જામનગર જિલ્લાના લાખાબાવળ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક માલધારીના 45થી 50 જેટલા ઘેટા-બકરાનું રાત્રી દરમિયાન મૃત્યુ થયું છે. મૃત પશુઓના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે, જેના કારણે વન્યપ્રાણીના હુમલાની શંકા સેવાઈ રહી છે.

આ ઘટનાથી સમગ્ર પંથકના પશુપાલકોમાં ભયનો માહોલ છવાયો છે. ગામના માજી સરપંચ ભરતસિંહ જાડેજાએ અસરગ્રસ્ત માલધારી પરિવાર માટે સરકાર પાસે સહાયની માગણી કરી છે.

વન વિભાગની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.