Gujarat

ડિયાદ સહિત જિલ્લાના તમામ વિસ્તારોમાં બપોરે સૂમસામ ભાસતા રસ્તા, લોકો ઘરમાં પુરાયા

માવઠા બાદ ખેડા જિલ્લામાં ઉનાળાએ ફરી માથું ઊંચક્યું છે. નડિયાદમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. આગામી દિવસોમાં તાપમાન વધુ વધવાની આગાહી છે.

નડિયાદ શહેરના સ્ટેશન રોડ, સંતરામ રોડ અને પીજ રોડ જેવા વ્યસ્ત વિસ્તારોમાં વાહનચાલકો અને રાહદારીઓની અવરજવર ઘટી ગઈ છે. મહુધા, વસો, ખેડા, માતર, કપડવંજ, કઠલાલ, ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં પણ ગરમીની અસર જોવા મળી રહી છે.

બપોરના 1થી 4 વાગ્યા સુધી લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સામાન્ય રીતે 24 કલાક ધમધમતા રસ્તાઓ પર આ સમયે માત્ર એકાદ-બે લોકો જ દેખાય છે. સમગ્ર રાજ્યમાં હાલ કમોસમી વરસાદ અને આકરી ગરમી એમ બંને મોસમની અસર જોવા મળી રહી છે.