Gujarat

સવારે નાનાભાઈએ મોટાની હત્યા કરી, બપોરે ચૂપચાપ દફન વિધિ કરી, ત્રીજા ભાઈએ પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો

નવાબંદર મરીન પોલીસ અધિકારી વી કે ઝાલાને હત્યાની જાણ થતાં ઉનામાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહર સિંહ જાડેજા હાજર હોય તાત્કાલિક જાણ કરી ડીવાયએસપી ચૌધરી તેમજ એલસીબી પીઆઇ જાડેજા ઉના પોલીસનો મોટો કાફલો દોડી ગયો હતો હત્યા ની હકીકત પર્દાફાશ થતાં પ્રાન્ત અધિકારી અને મામલતદાર ને બોલાવી તેમની હાજરી માં મૃતક હનિફ ની લાશ બહાર કાઢી પીએમ માટેમોકલાયો..તસવીર-જયેશગોંધીયા

ભાઈ એ ભાઈ ની હત્યા કર્યા બાદ પુરા પરીવાર ને જાણ હતી કે જાવિદે હનીફ નું મર્ડર કર્યું છે પણ પરીવાર ના તમામ સભ્યો એ ચુપકીદી સેવી લીધી હતી અને દફનવિધિ કરવાનું નક્કી કર્યું પણ ઇબ્રાહિમ ના મન માં કંઈક અલગ હતું પણ એ વખતે એમને કોઈ સહકાર આપવાવાળુ હતું નહીં અને દફનવિધિ માં જોડાયો હતો.

આ હત્યા માં વિચિત્રતા એ જોવા મળી કે સામાન્ય રીતે કોઈ હત્યા ની ઘટના બને તો મૃતદેહ પહેલા મળે બાદ માં આરોપી મળે પણ અહીંયા પેલા આરોપી મળ્યો અને બાદ માં મૃતદેહ ને કબર માંથી મળ્યો હતો.

હનીફની હત્યા તેમના ભાઈ જાવિદે કરી હોય તે સૌથી નાના ભાઈ ઇબ્રાહિમ ને જાણ હોય દફનવિધિ કરવાનું નક્કી કર્યા બાદ ઇબ્રાહિમ પણ દફનવિધિ માં જોડાયો હતો અને દફનવિધિ પૂરી કરી પોલીસ ને જાણ કરી હતી. મોટા ભાઈ હનીફ ની સવારે કુહાડી નો ઘા મારી હત્યા નિપજાવ્યા બાદ દફનવિધિ કરી બપોરે ઘરે ફાતીયો પણ પરિવાર સાથે પઢતો હતો ને પોલીસ આરોપી હત્યારા ભાઈ ને પકડી લાવી હતી.