૭૬ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમરેલી જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ સાવરકુંડલા ખાતે યોજવામાં આવ્યો હતો. ધ્વજવંદન પૂરું થયા બાદ યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકીયા આર્ટસ એન્ડ શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી દ્વિતીય તેમજ તૃતીય વર્ષ આર્ટસ તેમજ કોમર્સની ૨૨ જેટલી બહેનોએ પ્રખ્યાત ગુજરાતી મુવી હેલારોનાં બે ગીતો ઉપર ખૂબ જ ઉત્સાહસભર અને મનોરમ્ય ગરબા કૃતિ રજૂ કરી હતી અને ત્યાં હાજર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ કૃતિ અવ્વલ સ્થાને આવી હતી. અમરેલી જિલ્લા કલેક્ટર માનનીય અજય દહિયા સાહેબ, એસ.પી. સંજયભાઈ ખરાત, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા સાહેબ, અમરેલી જિલ્લાના ડીડીઓ પી. બી. પંડ્યા સાહેબ, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, સાવરકુંડલા તાલુકા પંચાયત પ્રમુખ હિતુભાઈ કાછડીયાનાં વરદ હસ્તે વિજેતા ટીમને શીલ્ડ એનાયત કરવામાં આવ્યું હતું અને તમામ વિદ્યાર્થીની બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.
કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. સી. રવિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કૃતિ ની કોરિયોગ્રાફી તેમજ કોઓર્ડીનેશન અંગ્રેજી વિભાગના પ્રો. ડો. હાર્દિક ઉદેશી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર સ્ટાફગણે તમામ વિદ્યાર્થીની બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.
બિપીન પાંધી સાવરકુંડલા