જિલ્લા ના શિક્ષણશેત્રે પ્રતિષ્ઠીત સંસ્થા એવી શેઠ એચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલી ના કમિટી ટ્રસ્ટ ના છેલ્લા બે ત્રણ વર્ષ થી ચાલતા રીમાઇંડ કેસ નો આજરોજ મદદનીશ ચેરિટી કમિશનર છોટાઉદેપુર દ્વારા ફાઇનલ હુકમ કરવામાં આવ્યો છે. સંયુક્ત ચેરીટી કમિશનર કચેરી વડોદરા ના હુકમ ને આધીન રહી મદદનીશ ચેરિટી કમિશનર છોટાઉદેપુર શ્રી જેબલિયા સાહેબ દ્વારા બંને પક્ષ ને સુનાવણી ની યોગ્ય તક આપી કેશ નો આજે ફાઇનલ હુકમ કરવામાં આવ્યો છે.જેમાં ટ્રસ્ટ ના ફાઉન્ડર ટ્રસ્ટી અને હાલમાં મંત્રી તરીકે સેવા આપી રહેલા એવા ભાવેશભાઈ શિરોલાવાલા ને એકમાત્ર આખી સંસ્થા ના વહીવટ ની સઘળી જવાબદારી મદદનીશ ચેરિટી કમિશનર દ્વારા સોંપવામાં આવતો હુકમ કરવામા આવ્યો છે. અને પી.ટી.આર. પર ના તમામ નામો રદબાતલ કરવામાં આવતા નગર માં સન્નાટો પણ છવાઇ ગયો હતો.
છેલ્લા ત્રણ વર્ષથી નવું ટ્રસ્ટી મંડળ આ સંસ્થા નો પારદર્શક વહીવટ સંભાળી રહ્યુ હોય તેમના ટ્રસ્ટીઓ નો એક માત્ર આશય બોડેલી અને આજુબાજુ ના ગામ ના બાળકો ને ગુણવત્તાસભર સારું શિક્ષણ મળે, શાળા માં પર્યાપ્ત ભૌતિક સુવિધાઓ મળી રહે તે માટે ટ્રસ્ટીઓ કટીબદ્ધ છે.આ ટ્રસ્ટીઓ માં વિશ્વાસ રાખતા દાતાઓ તરફથી આપવામાં આવેલ માતબર દાન થી શાળામાં રીનોવેશન અને કલરકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.સ્વચ્છ અને પારદર્શક વહીવટ ના કારણે ટ્રસ્ટ ના ભંડોળ માં પણ છેલ્લા બે વર્ષ માં નોંધપાત્ર વધારો થયો છે.
જેતે સમયે આ આદિવાસી વિસ્તાર ના બાળકો ને ગુણવત્તાસભર અને સારા શિક્ષણ માટે ચિંતિત ડભોઇ ના વતની અને બોડેલી ના કપાસ ના જીન માલિક એવા શેઠ હિંમતલાલ હરગોવિંદદાસ શિરોલાવાલા ના સુપુત્રો ના આર્થિક સહયોગ અને બોડેલી ગામ ના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીઓ દ્વારા આ સંસ્થા ઊભી કરવા માટે મહત્ત્વનાં યોગદાન સાથે પાયો નાખવામાં આવ્યો હતો.
તા. ૨૨/૮/૨૦૨૨ ના મદદનીશ ચેરિટી કમિશનર છોટાઉદેપુર ના હૂકમ થી હાલ ના ટ્રસ્ટ ના મંત્રી ભાવેશભાઈ શિરોલાવાલા અને સમગ્ર ટીમ દ્વારા પારદર્શક અને સુવ્યવસ્થિત વહીવટ થઈ રહ્યો છે ત્યારે એકાએક સત્તા જતી રહેતા રઘવાયા બનેલા સામે પક્ષ વાળા તરફ થી ૨૨/૮/૨૦૨૨ ના હુકમ ની સામે સંયુક્ત ચેરીટી કમિશનર કચેરી વડોદરા માં અપીલ કરવામાં આવી હતી. આ અપીલ ના આધારે સંયુક્ત ચેરિટી કમિશનરશ્રી એ મદદનીશ ચેરિટી કમિશનરશ્રીની કચેરી છોટાઉદેપુર માં આ રીમાઇંડ કેસ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. મદદનીશ ચેરિટી કમિશનરશ્રી છોટાઉદેપુર શ્રી જેબલિયા સાહેબ દ્વારા બંને પક્ષ ને સુનાવણી ની યોગ્ય તક આપવામાં આવી હતી. અને આજે આ કેસ નો ફાઇનલ હુકમ જાહેર કરવામાં આવ્યો.જેમાં આ ટ્રસ્ટ ના ફાઉન્ડર ટ્રસ્ટી ભાવેશભાઈ શિરોલાવાલા ને એક માત્ર પી. ટી.આર માં એક્ટિવ ટ્રસ્ટી કરતો હુકમ કરવામા આવતા સંસ્થા ના વહીવટ બેંકો સહિત કોઈપણ પ્રકાર ની લેવડ દેવડ ના અને નીતિવિષયક નિર્ણયો લઈ શકશે એવા હક્કો આપતો હુકમ કરવામાં આવ્યો છે.
ટ્રસ્ટ ના મંત્રી ભાવેશભાઈ શિરોલાવાલા ને પૂછતા તેઓ એ જણાવ્યું કે મારું પ્રથમ પ્રાધાન્ય આ વિસ્તાર ના બાળકો ને ગુણવત્તાસભર અને ઉત્તમ શિક્ષણ મળે, શાળા માં પર્યાપ્ત ભૌતિક સુવિધાઓ મળી રહે, અને તે માટે જે કંઈ કરવાનું હોય તો તે કરવા માટે હું અને મારી ટીમ સદા તૈયાર છે આ સંસ્થા આ વિસ્તાર ના આદિવાસી બાળકો ની છે અને તેમના હિતમાં જ કામ કરવામાં આવશે એની હું અને મારા સાથી મિત્રો ખાત્રી આપીએ છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર