લોકોની સુખાકારી માટે નગરપાલિકા તત્પર – – મેહુલ ત્રિવેદી
સાવરકુંડલા, લોક લાડીલા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલામાં વિકાસના કાર્યોને વધુ ગતિ મળી રહી છે. નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકકુમાર નાકરાણી અને ચેરમેન અશોકભાઈ ચૌહાણની આગેવાની હેઠળ, નગરપાલિકા લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે.

તાજેતરમાં, વોર્ડ નં. ૪ માં ઉતાવળા હનુમાનજી મંદિર પાસે ચાલી રહેલા વેરીંગ કોટના કામનું નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીએ નિરીક્ષણ કર્યું હતું. તેમણે કામની ગુણવત્તાની ચકાસણી કરી અને એજન્સીને જરૂરી સૂચનો આપ્યા હતા.

નિરીક્ષણ દરમિયાન મેહુલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “અમે નાગરિકોની સુવિધા માટે હંમેશાં તત્પર છીએ. અમે આશા રાખીએ છીએ કે આ રોડનું કામ જલ્દીથી પૂર્ણ થશે અને લોકોને તેનો લાભ મળશે.”

આ નિરીક્ષણ દરમિયાન નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ચેરમેન લાલાભાઈ ગોહિલ, ભૂપતભાઈ પાનસૂરીયા ,જીગ્નેશભાઈ ટાંક, સંગઠનના જિલ્લાના મયુરભાઈ રબારી, ધર્મેન્દ્રભાઈ ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા વિજયસિંહ વાઘેલા પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, ભાવેશભાઈ વિકમા, ગોપાલ રાઠોડ, હિમાંશુભાઈ ભટ્ટ સહિત વિસ્તારના હાજર રહ્યા હતા.
બિપીન પાંધી સાવરકુંડલા