હવામાન વિભાગ ની જાણકારી અનુસાર આગામી ૨ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના વાતાવરણમાં પલટો જાેવા મળ્યો છે. ત્યારે વાદળછાયું વાતાવરણ હોવાના કારણે વિઝિબિલિટી ઘટી છે. ગુજરાતમાં રવિવારે (૧૧મી મે) ૫૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની આગાહી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
૧૨ મેના રોજ રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી છે. આગામી ૧૩ મેના રોજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે.
રાજ્યમાં કમોસમી વરસાદ ની અસર સૌથી વધારે ખેડૂતો પર પડી રહી છે જેમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં છે. ઠેર ઠેર કમોસમી વરસાદથી પાણી ભરાયા છે.

