Gujarat

આંધ્રપ્રદેશ, તેલંગાણા અને રાજસ્થાનની દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

કુદરત જાણે રુઠી હોય તેમ બે દિવસ દરમિયાન વિવિધ સ્થળોએ ભયાનક અકસ્માતો સર્જાયા છે. જેમાં અને વ્યક્તિઓના મૃત્યુ નિપજયાં છે. એકાદશીને દિવસે આંધ્રપ્રદેશના કાકુલમ જીલ્લામાં આવેલ કાશી બુગગા મંદિરમાં ભારે ભીડ ઉમટી પડી હતી ત્યારે તેમાં સર્જાયેલી કરુણાંતિકામાં પ્રાપ્ત માહિતી મુજબ 10 લોકોનાં કરુણ મોત નિપજયા હતા. આ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુએ રુપિયા 3 લાખ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

એ ઉપરાંત તેલંગાણાના રંગારેડડી જીલ્લામાં બસ દુર્ધટનામાં 20 લોકોનાં કરુણ મોત નિપજયા છે, મોરારીબાપુએ આ વ્યથિત થઈ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને તતકાલ સહાયતા પેટે રૂ.3,00,000 ની સહાયતા મોકલી છે. બીજી તરફ જયપુરમાં ભયાનક અકસ્માત સર્જાયો હતો અને તેમા 17 લોકોનાં મોત નિપજયા છે.

મોરારીબાપુએ આ ઘટનામાં પણ રુપિયા 3,00,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે. જે તે રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડ માં રાશિ પહોંચાડવામાં આવશે. વિતિય સેવા નાઈરોબી સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરવામાં આવશે. મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે હનુમાનજી મહારાજ ના ચરણોમાં પ્રાર્થના કરી છે.