Gujarat

શ્રી કલ્પેશ ગોસ્વામી નું શાલ અને બુકેથી સન્માન

સહકાર સેવા મંડળ તથા માનવજયોત સંસ્થા ધ્વારા કેન્દ્ર સરકારના સ્પેશિયલ પ્રોસિકયુટર અને ૧૧–વર્ષ સુધી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિકયુટર તરીકે સૌથી લાંબો સમય સેવા આપનાર શ્રી કલ્પેશભાઈ ગોસ્વામીનું શાલ તથા બુકે થી સન્માન કરવામાં આવેલ.  આ સન્માન કાર્યક્રમમાં ડો. કશ્યપ બુચ સાહેબ, હાજી ઉમરભાઈ સમા; માનવજયોત સંસ્થાના શંભુભાઈ જાેશી, પૂર્વ નગર સેવક માલશીભાઈ માતંગ, સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીર સમેજા, મુંબઈના સામાજિક આગેવાન યુનુસભાઈ ખત્રી, સલીમભાઈ મોગલ, સલમાન હાજર રહેલ હતા.
 તમામ હાજર લોકોએ શ્રી કલ્પેશભાઈ ગોસ્વામી ને ભવિષ્યમાં ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવેલ.  તેમજ સદરહુ સન્માન બદલ કલ્પેશભાઈ ગોસ્વામી સાહેબ એ સહકાર સેવા મંડળ તથા માનવ જયોત સંસ્થાનો આભાર માનેલ.  ડોકટર કશ્યપ બુચ સાહેબ તથા માનવજયોત સંસ્થાના શંભુભાઈ જાેશીએ શ્રી કલ્પેશભાઈ ગોસ્વામી ને તેમની સેવાકીય કામગી૨ી બિરદાવી અને શુભેચ્છા પાઠવેલ.