Gujarat

જમીન દસ્તાવેજને ક્લિયર કરવા પગારથી ત્રણ ગણી વધુ રકમની લાંચ માગી, આરોપી સબ-રજિસ્ટ્રાર કચેરીનો અધિકારી

સરકારી કચેરીઓમાં ‘સફેદ કોલર’ ભ્રષ્ટાચાર કરનારાઓ પર એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક મોટો સપાટો બોલાવ્યો છે. અડાજણ સ્થિત સબ-રજિસ્ટ્રાર કચેરી-8માં ફરજ બજાવતા વર્ગ-3ના કર્મચારી મહેશકુમાર રણજીત સિંહ પરમારને ACBએ 2.50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.

આરોપી મહેશ પરમાર, જેનો માસિક પગાર આશરે 80,000 છે, તેણે જમીનના દસ્તાવેજ પર કોઈપણ વાંધો કાઢ્યા વિના તેને ક્લિયર કરી આપવાના બદલામાં આ મોટી રકમની લાંચ માંગી હતી.

મહેશ પરમાર છેલ્લા 27 વર્ષથી સરકારી નોકરીમાં છે, ત્યારે તેના આ પગારદાર જીવનમાં લાંચ દ્વારા કેટલી અપ્રમાણસર મિલકત વસાવી હશે, તેની તપાસ હવે ACB માટે મુખ્ય કેન્દ્ર બની છે.