બહેનો દ્વારા મહાશિવરાત્રી પર્વ પર પાર્થિવ શિવલિંગ મહાપૂજાની ચાર પ્રહરની મહાપૂજા એ ખરેખર ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે ગૌરવની ક્ષણ ગણાય.
આમ નારીશક્તિનું ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રે અગ્રેસર રહેવું એ ખરેખર નોંધનીય ઘટના ગણાય

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે એક સાથે ૫૫૦ થી વધુ બહેનો પાર્થિવ શિવલિંગની ચારેય પ્રહરની મહાપૂજા ખૂબ જ આસ્થા અને ભક્તિભાવ સાથે કરે એ પણ ભારતીય સંસ્કૃતિની એક અનોખી ઓળખ સમાન જ ગણાય
આ ચારેય પ્રહરની પાર્થિવ શિવલિંગ મહાપૂજા સ્વામી નિર્દોષાનંદજી આશ્રમના પૂજ્ય પાદ સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા કરાવવામાં આવેલ

બહેનોએ ઓનલાઈન ડીજીટલ માધ્યમથી આ મહાપૂજાનું માર્ગદશન મેળવી ચારેય પ્રહરની પાર્થિવ શિવલિંગ મહાપૂજા કરી હતી
સાવરકુંડલા શહેરમાં સ્વામી નિર્દોષાનંદજી આશ્રમ આયોજિત ચાર પ્રહરની પાર્થિવ શિવલિંગ મહાપૂજા અંતર્ગત અહીં આવેલા શિવાજી નગર ખાતે આવેલ પટેલ સમાજની વાડીમાં મહાશિવરાત્રીના પાવન પર્વ પર બહેનો દ્વારા પાર્થિવ શિવલિંગ મહાપૂજાની ચાર પ્રહરની પૂજા કરવામાં આવી હતી.૫૫૦ બહેનોએ શિવલિંગ મહાપૂજાની ચાર પ્રહરની પૂજામાં ભાગ લીધો હતો. બહેનો પણ દેવાધિદેવ મહાદેવ અને પાર્વતી માતાની ભક્તિમાં તલ્લીન થયેલ. આમ નારીશક્તિ પણ હવે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનો અલભ્ય લ્હાવો લેતી જોવા મળે એ પણ ભારતીય સંસ્કૃતિ માટે ખરેખર ગૌરવની બાબત ગણાય. આમ નારીશક્તિ પણ સમાજમાં આધ્યાત્મિક ક્ષેત્રે પણ અગ્રેસર રહે એ ભારતીય સંસ્કૃતિ માટે ગૌરવાન્વિત ઘટના જ ગણાય
બિપીન પાંધી સાવરકુંડલા