પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રોષ વ્યક્ત કર્યો…
રાજયના મંત્રી દ્વારા અવારનવાર પત્રકારો ના વિરુદ્ધ તોડબાજ શબ્દ વાપરવા બદલ પત્રકારોમાં ભારે રોષ,આવેદનપત્રના સ્વરૂપે મુખ્યમંત્રી ને રજુઆત..
લાગણી અને સ્વમાન ઘવાય તેવા ઉચ્ચારણ કરતા શબ્દોને લઈને સમગ્ર ગુજરાતના પત્રકારો માં ભારે રોષ ફેલાયો.. ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લામાં એકસાથે આવેદનપત્ર અપાયું..
ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત રાજ્ય ના એક મંત્રી દ્વારા વારંવાર પત્રકારો સાથે તોડબાજ જેવા શબ્દો નો ઉપયોગ કરી પત્રકારોની લાગણી દુભાવતા આક્રોશ સાથે આવેદનપત્રના સ્વરૂપે મુખ્યમંત્રી ને રજુઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં પાટણ જીલ્લાના પત્રકારો સહીત પત્રકાર એકતા પરિષદના પ્રમુખો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.
પાટણ જીલ્લા કલેકટર કચેરી ખાતે વહેલી સવારે પાટણ જીલ્લા ના પત્રકારો હાજર રહી કલેકટર ને આવેદનપત્ર આપવામા આવ્યું હતું.જે આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે હમણાં થોડા સમયથી ગુજરાતના એક મંત્રી દ્વારા વારંવાર પત્રકારોને તોડબાજ કહીં તમાંમ પત્રકારો ની લાગણી દુભાવી રહ્યા છે. ત્યારે પત્રકારએ કોઈ નોકરીયાત નથી કે કોઈ સરકારી પગાર નથી લેતો તેમ છતાં પણ સરકાર ની વાહન તથા તેમની યોજનાઓ છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડે છે અને પરિવારજનોની ચિંતા કર્યા વગર રાત દિવસ દોડતો હોય છે તો તેની ચિંતા કરવાની જગ્યાએ તેના પર ન શોભે તેવા શબ્દો નો ઉપયોગ કરી તેની લાગણી તથા સ્વમાન ઘવાય તેવા ઉચ્ચારણ કરતા સમગ્ર ગુજરાતમાં પત્રકારો માં ભારે રોષ ફેલાયો છે.
જેથી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક આવેદનપત્ર આપવાનું નક્કી કરતા બુધવારે પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપ્યું છે.અને પત્રકારો ની લાગણી ગુજરાત ના મુખ્યમંત્રી સુધી પહોંચે અને મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી મંત્રી ને કડક સુચના આપી પત્રકારો પર ઉચ્ચારતાં શબ્દો બંધ કરાવી પત્રકારોને માન સન્માન આપે તેવી માંગ કરી હતી.
ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદએ સમગ્ર ગુજરાતમાં બહોળૂ ફેલાયેલું સંગઠન:-
ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ એ સમગ્ર ગુજરાતમાં બહોળૂ ફેલાયેલું સંગઠન છે અને 10 હજાર જેટલા પત્રકારોનો બહોળો વર્ગ ધરાવે છે જે 33 જીલ્લા અને 252 તાલુકા માં લિગલ વિગ, મહીલા વિગ તથા 12 ઝોન ધરાવતું ગુજરાતનું એક માત્ર સંગઠન છે.જૅ સંગઠન દ્વારા ભારે રોષ અને આક્રોશ સાથે ગુજરાતના તમામ જિલ્લામાં કલેકટરને આવેદનપત્ર આપી પત્રકારોએ રોષ ઠાલવી ન્યાયની માંગ કરી હતી.
ડીસાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને પત્રકારો દ્વારા આવેદનપત્ર પાઠવતા પહેલા પ્રથમ શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ :-
પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે પત્રકારો દ્વારા આવેદનપત્ર આપતા પહેલા તમાંમ પત્રકારો દ્વારા ગત ડીસા ખાતે થયેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો ને પત્રકારો દ્વારા સૌ પ્રથમ શ્રધ્ધાંજલી અર્પણ કરી પછી આવેદન આપવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામા પાટણ જીલ્લાના પત્રકારો સહીત પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ અને તાલુકાના પ્રમુખો સહીત રાજુભાઈ પટેલ, ઝોન પ્રભારી 12,પત્રકાર એકતા પરિષદ,પાટણ અને કમલેશભાઇ પટેલ, ઇન્ચાર્જ પ્રદેશ અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદની વિશેષ ઉપસ્થિતમા આવેદનપત્ર આપતા પહેલા તમાંમ પત્રકારો દ્વારા ગત ડીસા ખાતે થયેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો ને 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.
પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર