અમદાવાદ મુકામે યોજાયેલા ધર્મ, સેવા અને સંસ્કૃતિના અદભુત સંગમ સમાન હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળાનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ,આરએસએસના વરિષ્ઠ અગ્રણી આદરણીય શ્રી ભૈયાજી જોષી, પુંજી સ્વામી શ્રી પરમાનંદ સરસ્વતીજીના વરદહસ્તે ૨૩ મી જાન્યુઆરીથી ત્રણ દિવસ મેળાનો શુભારંભ કરાવવામાં આવ્યો, આ મેળાનાં અંતિમ દિવસ ૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાકના દિવસે માતૃપિતૃ વંદના અને પરિવાર વંદના કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાના પરિવારનું આરએસએસના વરિષ્ઠ અગ્રણીઓ, પરમ પૂજ્ય જગતગુરુ જ્ઞાનેશ્વરદેવાચાર્યજી રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાજી તથા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન સુરેન્દ્ર કાકા પટેલ દ્વારા એક રસોડે ૨૭ વ્યક્તિના પરિવાર સાથે રહેતા અને આ કાર્યક્રમમાં સૌથી મોટા પરિવાર તરીકે પ્રથમ નંબરે સન્માન કરવામાં આવ્યું.




આ તકે સુરેશ પાનસુરીયાએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક નવજાગરણની ક્રાંતિ થઈ રહી છે, ત્યારે તેમાં આહુતિ સમાન આ સુંદર આયોજન બદલ હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાનને હાર્દિક અભિનંદન પાઠવું છું અને સંયુક્ત પરિવારની ભાવનાથી પરિવારમાં સ્ત્રી શક્તિકરણનો વિકાસ અને ‘સંયુક્ત કુટુંબ’ કેટલો સુંદર અને પાવન શબ્દ છે !સાંભળીને જ એક અલૌકિક અનુભૂતિ થાય.એક ગર્વ મહેસુસ થાય.જાણે કે પૂર્વ જન્મના કોઈ ઋણાનુબંધ ભેગા થયા હોય,એમ યુગે યુગે જન્મ લેતાં એક હૃદયનું બીજા હૃદય સાથેનું જોડાણ દેખાય.
બિપીન પાંધી સાવરકુંડલા