રાજકોટ માદક પદાર્થ હેરોઇન ના મોટા જથ્થા સાથે ૨-ઈસમોને પકડી પાડતી SOG.
રાજકોટ શહેર તા.૧૫/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે અંતર્ગત SOG P.I એમ.આર.ગોંડલીયા ની રાહબરી હેઠળ તા.૧૪/૧/૨૦૨૫ ના રોજ SOG શાખાના ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ ચૌહાણ, યોગેન્દ્રસિંહ ગોહીલ નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ શહેર રાજકોટ-કુવાડવા રોડ ઉપર ડી-માર્ટ થી આગળ મેલડી મા ની મોજ ઓટો ગેરેજ પાસેથી જાહેર રોડ ઉપર થી હેરોઇન ના જથ્થા સાથે ર-ઇસમોને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી બી.ડીવીઝન પો.સ્ટે.માં ગુન્હો નોંધવામા આવેલ છે. માદક પદાર્થ હેરોઇન ૩૯૨.૯૫ ગ્રામ કિ.૧૮,૨૯,૨૫૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય. (૧) ફેજલ યુસુફભાઇ ચૌહાણ ઉ-૨૫ રહે.કૃષ્ણનગર શેરીનં.૧/૨ ના ખુણે પરાબજાર રાજકોટ (૨) રાજમલ રકમા મીણા ઉ-૨૩ રહે.બોરીગામ, પંચાયત-કેશરપુરા, તા.શીંવાગપુરા જી.પ્રતાપગઢ (રાજસ્થાન).
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.