રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની જાહેર જનતા જોગ અપીલ.
રાજકોટ શહેર તા.૨૨/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની જાહેર જનતા જોગ અપીલ કે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ગુનાનં.૧૧૨૦૮૦૩૫૨૪૦૯૬૫/૨૦૨૪ IPC કલમ-૪૦૬, ૪૨૦ તથા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટ્રેસ્ટ ઓફ ડીપોઝીટર એક્ટ ની કલમ-૩, ૪ મુજબના કામના આરોપી નિરવભાઇ મહેશભાઇ મહેતા રહે.સોમનાથ સોસાયટી-૧ શેરીન.૧/૪ નો ખુણો ૧૫૦ ફુટ રીંગ રોડ રોઝરી સ્કુલની બાજુમા રાજકોટ મો.૮૪૬૦૩૨૮૬૦૦ વાળાએ રનવે હાઇટસ બિલ્ડીંગ ઓફીસ અયોધ્યા ચોક રાજકોટ ખાતે આવેલ તેની મની પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટ નામની પેઢીમાં રોકાણ કરવાથી માસીક ૧૦ થી ૧૫ % વળતર મળશે તેમ લાલચ આપી ફરિયાદી તથા સાહેદો સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરી ગુનો કરેલ હોય. આ કામે જાહેર જનતાએ આરોપીની પેઢીમાં રોકાણ કરેલ હોય અને વળતર પરત આપેલ ન હોય તો તેના આધાર પુરાવા સાથે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરવા વિનંતી છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.