બે જીવદયા પ્રેમીને સન્માનિત કરવામાં આવ્યા.
મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન પતંગના દોરાથી થતા પક્ષીઓ અને પ્રાણીઓના નુકસાનને રોકવા માટે વૃંદાવન ગૌસેવા ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન અમરેલી દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાનને જનતાનો ભારે ઉત્સાહ મળ્યો છે.
અગાસીઓ અને રસ્તાઓ પર પડેલા દોરા એકત્રિત કરવાની વૃંદાવન ગૌસેવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ અપીલને સાંભળીને શહેરના અનેક જીવદયા પ્રેમીઓએ આગળ આવીને પોતાનો ફાળો આપ્યો છે. પોલીસ સ્ટાફ અને ફોરેસ્ટ સ્ટાફના સહયોગથી જીવદયા પ્રેમીઓએ નદીઓ અને શહેરની શેરીઓમાંથી પતંગના દોરા એકત્રિત કર્યા છે આ દોરાને આજે વૃંદાવન ગૌસેવા ટ્રસ્ટને સોંપવામાં આવ્યા છે જેથી તેનું યોગ્ય નિકાલ કર્યું
ખાસ કરીને, બે જીવદયા પ્રેમીએ ત્રણ કિલોગ્રામ જેટલા દોરા એકત્રિત કરીને ટ્રસ્ટને સોંપ્યા છે.આ અમારી હેલ્પ લાઈનને દ્વારા તેમના આ પ્રયાસની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે અને તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. વૃંદાવન ગૌસેવા ટ્રસ્ટના કરુણા અભિયાન સંયોજક તેજસભાઈ નિમાવતએ જણાવ્યું હતું કે, “આ અભિયાનને મળેલો જનતાનો પ્રતિસાદ ખૂબ જ ઉત્સાહવર્ધક છે.
આપણે સૌએ મળીને પક્ષીઓ અને પ્રાણીઓને બચાવવા માટે આવા પ્રકારના પ્રયાસો કરવા જોઈએ. હું આ અભિયાનમાં સહભાગી થનાર દરેક વ્યક્તિનો આભાર માનું છું.”આપણે સૌએ મળીને પક્ષીઓ અને પ્રાણીઓને બચાવવાનો સંકલ્પ લેવો જોઈએ. સમગ્ર કરુણા અભિયાન ૨૦૨૫નું સફળ આયોજન પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ ચુડાસમા વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ તમામનો આભાર વ્યક્ત કરે છે
બિપીન પાંધી સાવરકુંડલા