રાજાશાહી વખતથી અને આઝાદી બાદ પણ માણાવદર કોમી એક્તાની ભુમી ગણાય છે. મુસ્લીમ સમાજનો પવિત્ર રમજાન મહીનો પુર્ણ થતાં હર્ષો ઉલ્લાસ સાથે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી. માણાવદર બાંટવા રોડ ઉપર આવેલ ભવ્ય ઈદ મસ્જીદ ઉપર ત્રણ હજારથી વધુ મુસ્લીમ બિરાદરો એ ઈદની નમાઝ અદા કરી હતી. માણાવદર જુમ્મા મસ્જીદના પેશ ઈમામ મૌલાના અકીલ સાહેબે નમાઝ પઢાવી હતી.

માણાવદર મુસ્લીમ જમાતના પ્રમુખ હુસેનભાઈ દલ સહીતના તમામ ટ્રસ્ટીઓ તરફથી મુસ્લીમ સમાજની પેટા જમાતોના પ્રમુખોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. માહે રમજાન દરમ્યાન અભૂતપુર્વ સેવા આપનાર ખિદમત કમીટીના તમામ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઈદ મસ્જીદની સજાવટ કરવા અને ઈદની ભવ્ય ઉજવણી કરવા છેલ્લા 10 દિવસ પ્રમુખ સહીતના તમામ ટ્રસ્ટીઓ એ અથાક મહેનત કરી હતી.
મુસ્લીમ સમાજના પ્રમુખ હુસેનભાઈ દલ, પેશ ઈમામ મૌલાના અકીલ સાહેબ, શિક્ષણ વિદ ઈમ્તીયાઝભાઈ કાઝી તથા જમાત કમીટીના તમામ ટ્રસ્ટીઓ એ મુસ્લીમ બિરાદરોને ઈદ મુબારક પાઠવી સર્વેનો આભાર માન્યો હતો.