શ્ રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજના પ્રાંગણમાં “પ્રજાસત્તાક દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, કાર્યક્રમનાં પ્રારંભે કોલેજના આચાર્ય ડી.એલ. ચાવડા સાહેબે સૌને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવી,બાદમાં કોલેજના સિનિયર પ્રધ્યાપક શ્રીમતી છાયાબેન શાહના વરદ્ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો. રાષ્ટ્રગીત દ્વારા રાષ્ટ્રને સન્માન આપી સલામી આપવામાં આવી, છાયાબેન શાહે અતિથિ વિશેષ પદેથી આજના યુગમાં યુવાન ભાઈઓ બહેનોની ભૂમિકા એવી હોવી જોઈએ કે જેથી આઝાદી સમયે અસંખ્ય લોકોએ આપેલ બલિદાન ચરિતાર્થ થાય અને એમના સપનાનાં ભારતનું નિર્માણ થાય, સંવિધાન અને સંસ્કૃતિની જાળવણી થાય એ વિશે પ્રસંગિક ઉદબોધન કર્યું,આ કાર્યક્રમમાં શારીરિક શિક્ષણના ભૂતપૂર્વક પ્રાધ્યાપક ડો.આર કે.કુરેશીસાહેબ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ તથા સમગ્ર સ્ટાફ હાજર રહેલ, કાર્યક્રમનું સંચાલન કુ.ચૌહાણ આશિયાએ કરેલ હતું. કાર્યક્રમનું સંયોજન એન.એસ.એસ. વિભાગે કર્યું તથા આભાર દર્શન પ્રા.ડો.પ્રતિમાબેન શુકલએ કરેલ હતું.
બિપીન પાંધી સાવરકુંડલા