સાવરકુંડલા શહેરના વિષ્ણુભાઈ ભરાડ એટલે પોતાના મનોમંથન અને સંશોધન દ્વારા સતત સમાજને અચંબિત કરનાર એક અજબ સંશોધક..
મનુષ્યના વૃધ્ધત્વ રોકવા માટે સતત ચિંતનશીલ એક સાવ ચાર ચોપડી ભણેલ અલગારી સંશોધક. ક્ષીણ થતાં કોષો અને નસ નાડીઓને રીજનરેટ કરી શકાય છે એમ વિષણુભાઈનું દ્રઢ માનવું છે..
કો ઈ એલન મસ્ક જેવા ટેકનોક્રેટ બિઝનેસમેનની નજર જો આ વિષણુભાઈના સંશોધન પર પડી જાય તો બેડો પાર થઈ જાય.
વૃધ્ધત્વને પડકાર આપી શકાય એવાં સંશોધન પણ થઈ શકે ખરાં એ વાતે પણ હવે વિચારવાનો સમય આવી ગયો છે
વાત જાણે એમ છે કે સાવરકુંડલાના હાથસણી રોડ પર રહેતા અને હાલ રાજકોટમાં પોતાનું કિસ્મત અજમાવવા માટે વ્યવસાર્થે રાજકોટ સ્થાયી થયેલા વિષ્ણુભાઈ ભરાડની વાત છે. આમ ગણો તો પહેલી નજરે સાવ સામાન્ય લાગતાં વિષ્ણુભાઈ કંઈક અલગ જ મિજાજ ધરાવે છે. પોતાના સંશોધન દ્વારા થ્રીવ્હીલ સાથે એક નવા કૉન્સેપ્ટ સાથેનું વાહન પોતાની જાતે એસેમ્બ્લ કરીને બનાવેલ. તો વળી એના ઘરમાં પ્રવેશ કરતાં પણ એનાં પાણી ગરમ કરવાની વ્યવસ્થા પણ નોંધનીય છે ઓછા બળતણે વધુ કામ થાય એવું ભેજું લડાવીને બનાવેલ ચૂલો હોય કે પછી અન્ય સંશોધનો હોય એ જોતાં જ વ્યક્તિ અચંબો તો અનુભવે જ. હાલમાં તેમણે પોતાની ત્રીશ વર્ષના સંશોધન દ્વારા તેમણે એક ફોર્મ્યુલા બનાવી છે તેમ તેનું કહેવું છે.
એક દવાનું મિશ્રણ તેમણે જાતે પોતાની બુધ્ધિ શક્તિ અને અનુભવને અંતે તૈયાર કરેલું છે જે તેમના કહેવા મુજબ સંપૂર્ણ આર્યુવેદ અને ઘરગથ્થુ ઔષધનો ઉપયોગ કરીને બનાવ્યુ છે. જો કે પોતાની આ શોધ અન્યના હાથમાં ન જાય તેવું ઈચ્છે છે અને એટલા માટે તે લેબોરેટરી પણ નથી કરાવતાં. તેના કહેવા પ્રમાણે શરીરના તમામ કોષ અને નસનાડીને સશક્ત અને મજબૂત કરે તેવું દ્રાવણ તૈયાર કરીને ઇંજેક્શન સ્વરૂપે પહેલાં પોતાના ઉપર પ્રયોગ કરીને હવે જે ઈચ્છે અને ખાસ તો ડોક્ટરે જેને રજા આપી દીધી હોય તેવા લીવર હ્રદય અને કિડનીની ગંભીર બિમારીથી પીડાતા દર્દીઓને સારવાર આપવા પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યા છે.
જો કે એની વાતો સાંભળીએ તો સામાન્ય માણસને ગળે ઉતરે નહીં પરંતુ એની વાતોમાં પણ દમ તો હોય જ છે એવું લાગે છે . હવે પોતાના આ દ્રાવણ દ્વારા તેણે પેલા સ્વયંમ પર પ્રયોગ કરેલ અને પછી તેના પિતાજી ઉપર પ્રયોગ કર્યો. વાત જાણે એમ છે કે તેના પિતાશ્રીને ખૂબ ગંભીર બિમારી વળગી હતી. અને એમના કહેવામાં મુજબ શરીરમાં રસી થઈ ગયા હતાં દેખાતું, સંભળાતું અને બોલવામાં પણ લોચા વળવા લાગ્યા હતા પેશાબ અને કુદરતી હાજત પરનો કંટ્રોલ ગુમાવી દીધો હતો અને સંપૂર્ણ નબળાઈ શરીર ક્ષીણ અને કુશ થઈ ગયું હતું. ડોક્ટરોએ પણ બધા મેડિકલ રીપોર્ટ બાદ ઘરે સેવા કરવાનું કહેલ.
એટલે મૃત્યુની એકદમ સમીપ પહોચી ગયા હતા એમ તેના પરિવારજનોનું કહેવું હતું. હવે તેના પિતાની સારવાર કરવાનું બીડું વિષ્ણુભાઈએ ઝડપ્યું જો કે તેના સંશોધનથી બનાવેલ દ્રાવણ પર તેના સગાભાઈ કે પિતાજીને પણ ભરોસો ન હતો. પરંતુ ડોક્ટરે સેવા કરવાનું કહેતાં મૃત્યુની ઘડીઓ ગણાઈ રહી હોય તેવું તેના પરિવારજનોને લાગતાં છેલ્લે હારી થાકીને તેના પિતાજીની સારવાર કરવાની સંમતિ તેના ભાઈ દ્વારા આપવામાં આવી. હવે પિતાજી પણ મોતના ઓથાર હેઠળ હોય તેણે પણ પોતાની સારવાર કરવાની સંમતિ દર્શાવી. આમ તેના ખુદના પિતાજીની સારવાર સંશોધન કરનારા એક સામાન્ય લાગતાં વિષ્ણુભાઈએ ચાલુ કરી. પોતાના દ્રાવણ બનાવેલ મિશ્રણનું ઇંજેક્શન સ્વરૂપે નિશ્ચિત સમયે ઇંજેક્શન આપીને સારવાર શરૂ કરી. અને ખૂબ ટૂંકા સમયમાં તેમના પિતાજીએ સાંભળવાનું, દેખાવાનું, હાલવા ચાલવાનું અને થોડું ભોજન લેવાનું શરૂ કર્યું.
આમ વિષ્ણુભાઈએ એક દેવદૂત કે ફરિશ્તા જેવું કાર્ય કર્યું એમ તેના સગાભાઈએ જણાવ્યું હતું અને સાથોસાથ એ પણ કબુલાત કરી હતી કે જો અમે વિષ્ણુભાઈ પર પહેલા ભરોસો કરીને પિતાજીની સારવાર તેમની પાસે શરૂ કરાવી હોત તો અમારી પચાસ સાંઈઠ હજાર બચી ગયા હોત. હા, વિષ્ણુભાઈ પોતાના સંશોધનની લેબોરેટરી કરાવવા માંગતા નથી કારણકે કોઈ તેનો દુરુપયોગ પણ કરી શકે તેવું તેનું માનવુ છે. અને તેના કહેવા પ્રમાણે જો ચીન જેવો દેશ કૃત્રિમ સૂર્ય બનાવી શકે તો આપણે ભારતીય મૃત્યુને રોકીને કાયાકલ્પ એટલે કે શરીરના તમામ ઘસાયેલા અંગોને રીજનરેટ કરીને તાજા માજા ન કરી શકીએ? અને આ સંદર્ભે જ તેણે સંશોધન કરેલ છે.
એક વાત પણ સમજી શકાય કે દરેક નવું સંશોધન એક કૂતુહલ અને અજાણ્યો ભય લઈને આવતું હોય છે એમ ઈતિહાસ કહે છે. હા, પૃથ્વી ગોળ છે એમ પહેલી વખત સાબિત કરનાર ગેલેલિયો પર પણ સમાજે અનેક પ્રશ્ર્નો ઊઠાવેલ. પરંતુ અંતે એ વાત સ્વીકૃત બની કે પૃથ્વી ગોળ છે તેવી રીતે વિમાન વીજળી, વાયરલેસ નેટવર્ક, ચલચિત્ર કે અન્ય શોધોએ પ્રારંભ કાળે કૂતૂહલ અને અજ્ઞાત ભય પણ સર્જેલ પરંતુ હવે આ તમામ બાબતો સામાન્ય થઈ એટલે એ વિશે વિશેષ સંશોધનો પણ થઈ શકે છે.
અરે ભાઈ હજુ થોડા સમય પહેલાની વાત કરીએ તો સાવ અજાણ્યું દર્દ કોરોનાની વેક્સિન અને સારવાર પણ આ નવા દસકાની જ ઉપલબ્ધિ છે ‘ને? જો કે હવે તેનું લેબ પૃથ્થકરણ અને સંશોધન બાદ પુરવાર થાય છે.. જો કે અમે તેના દાવાની પુષ્ટિ નથી કરતાં પરંતુ એ ખુદ હિંમત હાર્યા વગર આ સંશોધન કાર્યમાં અવિરત આગળ વધી રહ્યાં છે. જો કે આ ડીઝીટલ યુગમાં દરેક બાબત શક્ય છે.
કદાચ કોઈ એલન મસ્ક જેવા કોઈ ટેકનોક્રેટ બિઝનેસમેનની નજર વિષ્ણુભાઈ જેવાં પર પડે તો કદાચ ભાગ્યોદય થાય અને તેના સંશોધનની કદર થાય. આ સિવાય પણ સાવરકુંડલા ખાતે અન્ય બે દર્દીઓની સારવાર દર્દીની તથા દર્દીના સ્નેહીજનોની સંમતિથી કરી રહ્યા છે. હાલ રાજકોટ ખાતેનો પોતાનો વ્યવસાય છોડીને અહીં સાવરકુંડલા મુકામે એ પડકારજનક દર્દોની સાથે બાથ ભરીને અસહ્ય પીડા અનુભવતાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે એકંદરે જોતાં વિષ્ણુભાઈની આર્થિક સ્થિતિ ખૂબ સારી નથી એટલે કોઈ ધનવાન અને વિશ્ર્વસનીય વ્યક્તિનો સહકાર મળે તો વિષ્ણુભાઈ હજુ વધુ ઊંડું સંશોધન કરવા માંગે છે
બિપીન પાંધી સાવરકુંડલા