Gujarat

ભરૂચમાં “No Use Plastic” થીમ સાથે સખી મંડળ રેલી

શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણી અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા “No Use Plastic & Clean Bharuch” થીમ હેઠળ સખી મંડળ (SHG)ની બહેનોને સાથે રાખીને જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીનો ઉદ્દેશ નાગરિકોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની અને પર્યાવરણમૈત્રી જીવનશૈલી અપનાવવાની જાગૃતિ ફેલાવવાનો હતો. રેલી દરમિયાન નગરપાલિકાના અધિકારી ઓ તથા સખી મંડળની સેવીકા બહેનો હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે “Clean Bharuch – Green Bharuch”, “Say No to Plastic” જેવા સ્લોગનોથી શહેરના વિવિધ વિસ્તારોમાં જાગૃતિ ફેલાવતા જોવા મળ્યા.

આ રેલીને પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, સેનેટરી ચેરમેન હેમાલી રાણા અને સમાજ કલ્યાણ ચેરમેન સમિતિના નિશા વસાવા,એનયુએલએમના મેનેજર ચૈતાલી વાધેલા,સિટી મેનેજર કિન્નરી બારોટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.