Gujarat

ઝઘડીયા પોલીસે ગોવાલીમાં સ્ટ્રીટ લાઇટ નીચે જુગાર રમતા 5 ઝડપ્યા

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે પત્તા પાનાથી હારજીતનો જુગાર રમતા ઇસમોને ઝઘડીયા પોલીસે રંગેહાથ પકડી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.1,22,000 નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે બે આરોપીઓ ફરાર થઇ જતાં તેમની શોધખોળ શરૂ કરાઈ છે.

ઝઘડીયા પોલીસ મથકના પીઆઈ કે.વી.લાકોડના માર્ગદર્શન હેઠળ મળેલ બાતમી આધારે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.પોલીસ ટીમે ગોવાલી ગામે નવીનગરી વિસ્તારમાં જાહેર રોડ પર જુગાર રમી રહેલા જીજ્ઞેશ હિરાભાઇ પટેલ (ઉ.વ. ૩૫, રહે. માંડવા પટેલ ફળીયુ, તા. અંકલેશ્વર),કિશન ઉર્ફે મિસુ કંચનભાઇ વસાવા (ઉ.વ. ૩૦, રહે. મુલદ રાયણી ફળીયુ, તા. ઝઘડીયા),દલસુખ પરસોત્તમભાઇ વસાવા (ઉ.વ. ૩૫, રહે. ગોવાલી ટેકરી ફળીયુ,તા.ઝઘડીયા),સચિન વજેસીંગભાઇ ખેરવાડીયા (ઉ.વ. ૩૫, રહે.ગોવાલી તળાવ ફળીયુ, તા. ઝઘડીયા) અને ગોવિંદ ફતેસીંગભાઇ પરમાર (ઉ.વ. ૩૬, રહે. ગોવાલી નવીનગરી, મુળ રહે.ભાનપુરા,તા.હાલોલ, જી. પંચમહાલ)નો સમાવેશ થાય છે.