જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ ધર્મના આધારે 27 ભારતીય પર્યટકની હત્યા કરી હતી. આ ઘટના બાદ સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાઈ હતી. ભારત સરકારે તાત્કાલિક પગલાં લેતાં પાકિસ્તાનના નવ આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો હતો. જેમાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા હતા.
પાકિસ્તાને પ્રતિક્રિયા આપતાં ભારત પર ડ્રોન હુમલા કર્યા હતા. ભારતના આક્રમક વલણથી ગભરાયેલા પાકિસ્તાને અન્ય દેશો પાસે મધ્યસ્થીની માગ કરી હતી. હાલમાં યુદ્ધવિરામ જાહેર થયો છે, પરંતુ મોદી સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, હવે કોઈ આતંકવાદી હુમલો થશે તો કરારો જવાબ અપાશે. આ પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં જવાનોના સન્માન માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરતના ઓલપાડમાં પણ તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા. આ યાત્રા દ્વારા નભ, જલ અને જમીન પર દેશની રક્ષા કરતા જવાનોને સલામી આપવામાં આવી હતી.