ખાસ નોંધનીય બાબત એ છે કે આ શાળા ખાનગી શાળા નથી પરંતુ સંપૂર્ણ સરકારી પ્રાથમિક શાળા છે.
આ શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણગણ સંપૂર્ણ નિષ્ઠા અને ઉત્સાહ સાથે ભાવી પેઢીને ખરાં અર્થમાં શિક્ષિત કરી રહ્યાં છે.
આજના ખાનગીકરણના દોરમાં આ સરકારી પ્રાથમિક શાળા એક નમૂનેદાર શાળા તરીકે પ્રસિધ્ધ છે.

આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે અહીંની શાળા પે સેન્ટર શાળા નંબર – ૧ માં વિવિધ સ્પર્ધાઓ પણ યોજાય.
સ્પર્ધામાં ઉત્તિર્ણ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિક ઈનામ પણ આપવામાં આવેલ
સાવરકુંડલા શહેરમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા પે સેન્ટર શાળા નંબર – ૧ ખાતે ગતરોજ તા. ૨૮ ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. આ દિવસે ભારતના મહાન વૈજ્ઞાનિક ડો.સી.વી. રામને રામન અસરની શોધ કરી હતી. આ શોધ બદલ તેમને ઈ.સ.૧૯૩૦ માં નોબલ પુરસ્કાર આપવામાં આવ્યુ હતુ. તેથી ૨૮ ફેબ્રુઆરીને ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

જેના અનુસંધાને સાવરકુંડલા શહેરની સરકારી શાળા પે.સેન્ટર શાળા નંબર એક ખાતે ગણિત વિજ્ઞાન આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં સૌથી પહેલા મેથ્સ સાયન્સ શિક્ષક હિતેશભાઈ જોષી અને પ્રિયાબેન ભાડ દ્વારા સી.વી. રામનનું જીવન પરિચય તથા તેમની શોધ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ ધોરણ છ થી આઠના શિક્ષકો દ્વારા સી વી રામન સાહેબના ફોટાને પુષ્પ અર્પણ કર્યા હતા.

ત્યારબાદ વૈશાલીબેન ઉનડકટ દ્વારા ગણિત વિજ્ઞાન આધારિત ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી. ત્યારબાદ શિલ્પાબેન દેસાઈ દ્વારા વિશ્વના મહાન વૈજ્ઞાનિકોના જીવન પરિચય આધારિત વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. ત્યારબાદ દિપ્તીબેન ડોડીયા દ્વારા પ્રદૂષણની થીમ આધારિત ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી ત્યારબાદ વિલાસબેન સરવૈયા દ્વારા પાણી બચાવોની થીમ આધારિત બેનર નિર્માણની સ્પર્ધા યોજાઈ હતી.

તેમજ ગણિત વિજ્ઞાન શિક્ષક હિતેશભાઈ જોષી અને પ્રિયાબેન ભાડ દ્વારા વિજ્ઞાન આધારિત મોડલ નિર્માણની સ્પર્ધા યોજાઈ હતી જેમાં AIF કોઓર્ડીનેટર વિનોદભાઈ વિંઝુડાએ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનની વિવિધ આકૃતિઓ ચીરોડી કલરથી બનાવેલ. આ તમામ સ્પર્ધાઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા.
બિપીન પાંધી સાવરકુંડલા