Gujarat

સાવરકુંડલાના પત્રકાર બિપીનભાઈ પાંધીએ સાવરકુંડલાથી અમદાવાદ જવા માટે એક લોકલ ટ્રેનની સુવિધા ઉપલબ્ધ થાય તેવી જાહેર માંગ કરી 

સાવરકુંડલા શહેરને સવારમાં અમદાવાદ તરફ જવા માટે વાયા બોટાદ, બાવળા ટ્રેન  મહુવા અમદાવાદ લોકલ  ટ્રેન શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે 
અગાઉ મીટર ગેજના સમયે આ રૂટ પર મહુવા અમદાવાદ ટ્રેન ચાલુ હતી.
સાવરકુંડલા શહેરને બોટાદ અમદાવાદ  બ્રોડગેજ લાઈન શરૂ થતાં સાવરકુંડલા અને આસપાસના વિસ્તારનાં લોકોને સવારમાં વાયા બોટાદ, બાવળા, અમદાવાદ તરફ જતી એક લોકલ મહુવા અમદાવાદ ટ્રેન શરૂ કરવામાં આવે એવું આમ જનતા ઈચ્છે છે. આ સંદર્ભે સાવરકુંડલા શહેરનાં વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ રેલવે તંત્રને અમદાવાદ મહુવાની લોકલ ટ્રેન શરૂ કરવા માટે જાહેર વિનંતી કરી છે. સાવરકુંડલા શહેરના નાગરિકોને મહુવા અમદાવાદની ડાયરેકટ લોકલ  ટ્રેન મળે તેવી અપેક્ષા છે.
હા, બોટાદ અમદાવાદ બ્રોડગેજ દ્વારા  આ માર્ગ પર આ અમદાવાદ તરફ જવાની ટ્રેન મળે તો  સાવરકુંડલા શહેરને   આ ટૂંકા માર્ગ વાયા બોટાદ, બાવળા નવા બ્રોડગેજ લાઈન માર્ગ મારફતે સાવરકુંડલા શહેરને એક સવારમાં અમદાવાદ તરફ જતી એક  ટ્રેનની સુવિધા મળે તો મહુવા સાવરકુંડલા, લીલીયા, દામનગરનાં લોકોને અમદાવાદ પહોંચી પોતાના ખરીદી કે લોકવ્યવહારનાં કામ આટોપી રાત્રે ફરી પાછા એ જ ટ્રેનમાં પોતાના ગામે પરત ફરી શકાય તેવી સગવડ મળી શકે એ રીતે અને અમદાવાદ જવા માટે એક થી દોઢ કલાકનો સમય બચે અને રેલવે તંત્ર દ્વારા આ રૂટ પર ટ્રેન શરૂ કરવામાં આવે તો રેલવે વિભાગને વિદ્યુતની  પણ થોડી બચત થશે. તો મહુવા અમદાવાદ ટ્રેન શરૂ કરવામાં આવે એવી લોકમાંગ પણ ઉઠવા પામી છે. તંત્ર આ સંદર્ભે સર્વે કરી અને વહેલી તકે સવારની અમદાવાદ તરફ જતી ટ્રેન શરૂ કરવામાં આવે એવું લોકો ઇચ્છી રહ્યાં છે.
હા, મીટર ગેજ સમયે મહુવા અમદાવાદ રૂટનો ટ્રેન વ્યવહાર શરૂ હતો. હવે બ્રોડગેજ બાદ ફરી પુનઃ અમદાવાદ મહુવાની ટ્રેન શરૂ થાય તેવું સાવરકુંડલા વિસ્તારનાં લોકો પણ ઈચ્છી રહ્યા છે. દેશ જ્યારે આર્થિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. ત્યારે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ પણ વધવી જોઈએ. આ સંદર્ભે રેલવે મંત્રી એ યોગ્ય નિર્ણય લઈ આ સુવિધા ઉપલબ્ધ થાય તેવા સંનિષ્ઠ પ્રયાસો કરવા જોઈએ. આમ પણ સાવરકુંડલાના રેલવે સ્ટેશનનું આધુનિકરણ તો થયું તો અમદાવાદ સાથેની આ લોકલ ટ્રેન શરૂ થાય એ લોકોની માંગ પણ છે.
બિપીન પાંધી સાવરકુંડલા