જામનગર શહેર અને જિલ્લા પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એસપી પ્રેમસુખ ડેલુએ 95 પોલીસકર્મીઓની આંતરીક બદલીના આદેશ જારી કર્યા છે.
તાજેતરમાં એસપીએ કેટલાક પોલીસ કર્મીઓને બઢતી આપી હતી. આ દરમિયાન 7 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરીક બદલી કરવામાં આવી હતી. બે દિવસ પહેલા વધુ બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે.
આ બદલીઓમાં વિવિધ વિભાગોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જેમાં સીટી-એ, સીટી-બી, સીટી-સી, કાલાવડ, જોડીયા અને મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ છે. સાથે જ સીપીઆઈ કચેરી ધ્રોલ, એર સિક્યુરીટી અને પોલીસ હેડ કવાર્ટરના કર્મચારીઓની પણ બદલી કરાઈ છે.
આ ઉપરાંત જામનગર સીપીઆઈ કચેરી, એસસીએસટી સેલ, એમટી વિભાગ અને જામજોધપુરના કર્મચારીઓની બદલી થઈ છે.
પંચ-બી, બેડી મરીન, સિક્કા, મેઘપર, ક્યુઆરટી વિભાગ, સાયબર ક્રાઈમ, બેન્ડ વિભાગ, ટ્રાફિક શાખા, લાલપુર અને પંચ-એ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓની પણ બદલી કરવામાં આવી છે.

