Gujarat

રાજકોટ છેડતી અને પોકસોના કેસમાં આરોપીને પ વર્ષની સખત કેદની સજા ફટકારતી સ્પેશ્યલ પોકસો કોર્ટ.

રાજકોટ છેડતી અને પોકસોના કેસમાં આરોપીને પ વર્ષની સખત કેદની સજા ફટકારતી સ્પેશ્યલ પોકસો કોર્ટ.

રાજકોટ શહેર તા.૩૦/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ભકિતનગર પો.સ્ટે. IPC કલમ-૩૫૪.૩૫૪(એ) તથા પોકસો કલમ-૮ મુજબનો ગુન્હાનો બનાવ તા.૨૨/૩/૨૦૨૩ ના રોજ બાબરીયા કોલોની શેરીનં.૨માં ફરીયાદીના ઘરે અગાશી ઉપર બનવા પામેલ હતો અને ત્યારબાદ આ બનાવ અનુસંધાને ફરીયાદીની ફરીયાદ ઉપરથી ભકિતનગર પો.સ્ટે.માં ઉપરોકત ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો. આ કામના ફરીયાદીની સગીર વયની ૧૨ વર્ષ ૩ મહિના ૧૦ દિવસ ની દિકરી પોતાના ઘરની અગાશી ઉપર તેની પાળેલી બીલાડી લેવા માટે ગયેલ હોય ત્યારે પાડોશમાં રહેતો આરોપી અગાશી ઉપર થી ટપીને આવી ભોગ બનનાર કાઇ બોલે તે પહેલા હાથ પકડી ભોગ બનનારને બથમાં લઇ ભોગ બનનારની જાતીય સતામણી કરી શારીરીક સ્પર્શ કરેલ હોવાની હકીકત જણાવતા આરોપીની ધરપકડ આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ હતુ. એઝાજ મહંમદઅજીજ અંસારી જાતે.મુસ્લીમ ઉ.૧૯ રહે.ખોડીયારનગર શેરીનં.૩ એસ.ટી.વર્ક શોપ રાજકોટ મુળ રહે.બેલભરીયા ગામ ઇટીયાથો થાના જી.ગોંડા ઉતરપ્રદેશ. ગુન્હાની તપાસ P.I એમ.એમ.સરવૈયા, રાઇટર નિલેષભાઇ મકવાણા, હીરેનભાઇ પરમાર સહીત નાઓએ કરેલ હોય આ તપાસના અંતે મહત્વના પુરાવાઓ એકઠા કરી નામદાર કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ કરતા સ્પેશ્યલ પોકસો કોર્ટમાં પોકસો કેસનં.૩૯/૨૦૨૩ પડેલ હતા. આ કેસ સેસન્સ કોર્ટમાં સરકારી વકીલ મહેશભાઇ જોષી દ્વારા કેસ ચલાવી સરકાર પક્ષે મહત્વના પુરાવાઓ તપાસી ધારદાર દલીલો કરતા આરોપીને સ્પેશ્યલ જજ પોકસો અને ચોથા એડી.ડીસ્ટ્રીકટ જજ ની કોર્ટમાં ચાલી જતા તા.૨૮/૧/૨૦૨૫ ના રોજ આરોપીને ૫ વર્ષની સખત કેદ અને ભોગ બનનાર ને રૂ.૫૦ હજાર નું વળતર ચુકવવાનનો હુકમ કરેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250130-WA0046.jpg