ખેલ મહાકુંભ 3.0 માં સાવરકુંડલા તાલુકા કક્ષાની ખેલમહાકુંભ સ્પર્ધામાં એથ્લેટીક્સ વિભાગમાં અંડર-14 માં 600 મીટર દોડમાં જેસર રોડ ગુરુકુળ શાળાનો વિદ્યાર્થી ગોરજીયા શ્રેયાંશ બકુલભાઈ પ્રથમ ક્રમાંક મેળવેલ છે અને અંડર-17 માં 800 મીટર દોડમાં નાથજી કુલદિપ મહેન્દ્રનાથ પ્રથમ ક્રમાંક મેળવેલ છે તથા વોલીબોલ સ્પર્ધામાં અંડર-14 માં ભાઇઓની ટીમ પ્રથમ ક્રમાંક મેળવેલ છે અને અંડર-17 માં ભાઇઓની ટીમ દ્વિતિય ક્રમાંક મેળવેલ છે.
ઉપરોક્ત ખેલમહાકુંભ સ્પર્ધામાં શાળાના આચાર્ય વ્યાસ સાહેબનાં માર્ગદર્શન હેઠળ શાળાના સાયન્સ ટીચર વેકરીયા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને તૈયાર કરી રમત-ગમતની અલગ-અલગ સ્પર્ધામાં ભાગ લેવરાવી સફળતા પ્રાપ્ત કરી છે. સંસ્થાનાં વડા શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામી, સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી તથાકોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામી, શુકદેવપ્રસાદદાસજી સ્વામીએ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા

