Gujarat

જામકંડોરણામાં 511 પાટીદાર યુગલના પ્રભુતામાં પગલાં

જામકંડોરણા ખાતે પ્રેમનું પાનેતર સમુહ લગ્નોત્સવ ધામેધુમે પૂર્ણ થયો હતો અને લેઉઆ પટેલ સમાજના 511 યુગલએ પ્રભુતામાં પગલા માંડયા હતા એક સાથે તમામ વરરાજાનો વિરાટ વરઘોડો વિન્ટેજ કારમાં નિકળ્યો હતો, જે ભારે દર્શનીય બન્યો હતો.

ગામેગામથી આવેલા ત્રણ લાખથી વધુ લોકોએ પ્રસંગને માણ્યો હતો અને પોણા બે લાખથી વધુ લોકોએ મહાપ્રસાદ લીધો હતો.

જામકંડોરણા ખાતે ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની સ્મૃતિમાં યોજાયેલા લગ્નોત્સવમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રાઘવજી પટેલ, વસંતભાઈ ગજેરા, ગોવિંદભાઇ રાણપરીયા, વિઠ્ઠલભાઇ બોદર, મનસુખભાઇ સાવલીયા, ભરત પટેલ, ગોરધનભાઇ ધામેલીયા, પરસોતમભાઇ ગજેરા, ચેતનાબેન રાદડીયા સહિતના આગેવાનો જુદી જુદી સંસ્થાઓના પ્રમુખો, શિક્ષણવિદો, વકીલો અને જામકંડોરણા તાલુકાના લેઉઆ પટેલ સમાજના પ્રમુખો, સહકારી અગ્રણી જામકંડોરણા, શહેર અને તાલુકા અગ્રણીઓ, સરપંચો સહિતના અગણી ઓ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડેલ હતું.

આ ભવ્ય શાહી સમૂહ લગ્નોત્સવમાં 125 વિઘા જમીનમાં આધુનિક, એકસરખા નયનરમ્ય મંડપ બનાવવામાં આવ્યા હતા અને પોણા બે લાખ માણસોનો ભવ્ય જમણવાર યોજાયો હતો.

સમારોહમાં ધારાસભ્ય જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે તાલુકામાં સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયા કન્યા કેળવણીના ભાગરૂપે માત્ર ઓછી ફીમાં હજારો દિકરીએ અભ્યાસ કરાવવા માટે આધુનિક કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલય બનાવ્યું છે. અહીં 11,000થી વધારે સ્વયંમ સેવકો 7 વાગેથી પોતાની ફરજ બજાવે છે એનો મને ગર્વ છે.