ધ્રોલ તાલુકાના રોજીયા ગામમાં પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા યુવાને બાવનુ નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. રોજીયા ગામમાં રહેતા સુનીલભાઈ વિક્રમભાઈ ડાંગર (ઉ.વ.24) નામના યુવાનનો આજે સવારમાં બાવની નદીના પુલ નીચે પાણીમાં તરતો મૃતદેહ મળી આવતા ફાયર બ્રિગેડના જવાનોએ યુવાનને બહાર કાઢીને પરિવારજનોને જાણ કરીને પીએમ માટે મોકલી દીધો હતો.
મૃતકના ભાઈ ધ્રોલમાં ખારવા રોડ વૃંદાવન સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈ વિક્રમભાઈ ડાંગરે પોલીસમાં જાહેર કર્યુ હતું કે, અભ્યાસ બાબતે પિતાએ ઠપકો આપતા યુવાનને મનમાં લાગી આવ્યું હતું. રાત્રિના ઘરેથી નિકળીને ધ્રોલ મોટાભાઈના ઘરે આવતો હતો. આ દરમ્યાન તેમણે બાવનુ નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.

