ગામના વિશાળ સંખ્યામાં સત્સંગીઓ ઉપસ્થિત રહીને પ. પૂ. સ્વામીજીની અસ્ખલિત વાણીનો લ્હાવો લીધો
શિવજીનું નામસ્મરણ એ મુક્તિનો માર્ગ છે. શિવજીના ગુણોને આપણાં વ્યક્તિગત જીવનમાં અપનાવવા જોઈએ
સાવરકુંડલા તાલુકાના ધજડી ખાતે રાત્રી સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
તા.૦૪/૦૩/૨૫ ને મંગળવારે રાત્રે ૮.૩૦ બ.પૂ.પા સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં અનન્ય ચરણોપાસક સદ્શિષ્ય પૂ સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનું ધજડી ખાતે રાદડિયા પરિવારનાં કુળદેવી મંદિરે રાત્રી સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા.પૂ.ભોલાનંદ સરસ્વતીજી મહારાજે પ્રવચન આપતા કહ્યું હતું કે શિવજીનું નામસ્મરણ એ મુકિતનો માર્ગ છે શિવજીના ગુણોને આપણા વ્યક્તિગત જીવનમાં ગ્રહણ કરવા જોઈએ.સદગુર શ્રી નિદોષાનંદ સરસ્વતીજી મહારાજ ધજડી ગામ પદયાત્રા દરિમયાન પાંચ દિવસ રોકાયા હતા.
બિપીન પાંધી સાવરકુંડલા