Gujarat

તાપમાનનો પારો 2 ડિગ્રી ઘટીને 39.2 ડિગ્રી, 28 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન

ભાવનગરમાં ગરમીની સ્થિતિમાં થોડી રાહત જોવા મળી છે. તાપમાનનો પારો 2 ડિગ્રી ઘટીને 39.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. આજે 28 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા લોકોને ગરમીથી રાહત મળી છે.

છેલ્લા એક સપ્તાહના તાપમાનની વાત કરીએ તો 6 એપ્રિલે 40.4 ડિગ્રી, 7 એપ્રિલે 40.7 ડિગ્રી, 8 એપ્રિલે 39.4 ડિગ્રી, 9 એપ્રિલે 41.2 ડિગ્રી અને 10 એપ્રિલે 39.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે 11 એપ્રિલે લઘુત્તમ તાપમાન 23.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ભેજનું પ્રમાણ 50 ટકા છે.

હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. લૂથી બચવા માટે નાગરિકોએ કેટલાક સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. સીધા સૂર્યપ્રકાશથી બચવું જોઈએ. વારંવાર પાણી પીવું જોઈએ. લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી અને ORS નો ઉપયોગ કરવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ.