Gujarat

જોડિયા તાલુકાના જીરાગઢ પ્રા શાળા ખાતે 76 માં પ્રજાસતાક પર્વની ઊજવણી કરવામાં આવી હતી

જોડિયા તાલુકામાં 76 માં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી જીરાગઢ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી. મામલતદાર શ્રી જોડિયા શ્રી એમ.એમ કવાડિયા સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. આ તકે તાલુકા પંચાયત પ્રમુખશ્રી રસીલાબેન ચનીયારા, જિલ્લા પંચાયત જામનગરના કારોબારી ચેરમેન શ્રી ચંદ્રિકાબેન અઘેરા, તાલુકા વિકાસ અધિકારી શ્રી આર.આર.ઠોરીયા, પોલીસ ઇન્સ્પેકટરશ્રી રાજપુત, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી, એપીએમસી જોડીયા ના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ રાઠોડ, વાઇસ ચેરમેન શ્રી ચિરાગભાઈ વાંક, પૂર્વ પ્રમુખશ્રી જેઠાભાઇ અઘેરા તથા તથા તાલુકાના અગ્રણી શ્રી દામજીભાઈ ચનિયારા વિગેરે મહાનુભવો તથા મોટી સંખ્યામાં અધિકારી, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહેલ.
જીરાગઢ ગામે સવારથી જ પ્રભાત ફેરી, ત્યારબાદ ધ્વજવંદન કાર્યક્રમ પછી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા. તેમજ તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકો, વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શાળાના મેદાનમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જીરાગઢ પ્રાથમિક  શાળાના આચાર્ય તથા સ્ટાફ દ્વારા હર્ષોલ્લાસથી કામગીરી કરી તેમજ જીરાગઢ પ્રાથમિક શાળા તથા મામલતદાર કચેરીને રોશનીથી શણગારી તાલુકા કક્ષાની ભવ્યાતીભવ્ય ઉજવણી કરવામાં આવી.
રિપોર્ટર=શરદ એમ.રાવલ. ગામ=હડીયાણા.