Gujarat

માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ સહીત વિવિધ સંગઠનો દ્વારા 26 જાન્યુઆરીએ લીમડાચોક ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

ભારત માતાકી જય ના નાદ સાથે લીમડાચોક ગુજી ઉઠ્યુ. 
માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને ગૌરક્ષા સેના દ્વારા 26 જાન્યુઆરી 76માં પ્રજાસત્તાક પર્વોત્સવ નિમીતે લીમડાચોક ખાતે ભારત માતાની મહાઆરતી સાથે ભારત માતાના પુજનનો જાહેર કાર્યક્રમનુ આયોજન કરાતા જેમા મોટી સંખ્યામાં નગરજનોએ સાથે વિહિપ બજરંગ દળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહીત વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો કાર્યકરો સહીત રાષ્ટ્રીય પ્રેમી લોકોએ મહા આરતી તેમજ પુજન કરી મિઠાઈ વહેચી પ્રજાસત્તાક પર્વોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ હતી.
આ પ્રસંગે ભાજપ  રબારી સમાજના આગેવાન ભગવાનભાઇ મોરી દ્વારા વિશ્વ હિન્દુપરિષદ બજરંગદળ અને હીંદુ સમાજના સેવાભાવી  આગેવાન વિનુભાઈ મેસવાણીયાની કામગીરી બિરદાવતા તેમને શાલ ઓઢાળી વિષેશ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા,
રીપોર્ટર: વિનુભાઇ મેસવાણીયા  માંગરોળ