મેંદરડા ૧૦૦% ટીબી મુક્ત જાહેર થતા કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા ના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો
મેંદરડા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત કાર્યક્રમ માં મેંદરડા ગ્રામ પંચાયત 100% ટી બી મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી હતી ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા એ મેંદરડા ગ્રામ પંચાયત ના સરપંચ જે.ડી.ખાવડુ ને એવોર્ડ આપી ને સન્માનિત કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા પંચાયત ના પ્રમુખ હરેશ ભાઈ ઠુંમર, મેંદરડા ના ધારાસભ્ય સદસ્ય પરસોતમ ઢેબરીયા ધર્મેન્દ્ર વાળા,બીપીન હડીયા, શ્રવણ ખેવલાણી કમલેશ સોલંકી વગેરે આગેવાનો હાજર રહ્યા હતા અને મેંદરડા ગ્રામ પંચાયત ટીબી મુક્ત જાહેર થતાં સદસ્યો અને ગ્રામજનો સહિતનાઓ માં આનંદની લાગણી છવાયેલ જોવા મળેલી હતી
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા