Gujarat

મહિલા અને બાળ અધિકારી કચેરી છોટાઉદેપુર  કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ની સરાહનીય કામગીરી

26/01/2025 ના રોજ 181 અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારા  સખી વન સ્ટોપ સેન્ટર છોટાઉદેપુર ખાતે આશ્રય માટે મહિલાને લાવવામાં આવેલ  સખી વન સ્ટોપ સેન્ટરમાં મહિલાને  કાઉન્સેલિંગ કરવામાં આવેલ
આશ્રિત બેનને વિશ્વાસ માં લઈ વારંવાર કાઉન્સેલિંગ કરતા  તેઓ  પુનીયાવાટ છોટાઉદેપુરના વાતની છે. તેઓની ઉંમર 38 વર્ષની છે. ત્યારબાદ તેના પરિવારની માહિતી મેળવવામાં  આવેલ હાલ આશ્રિત બેનને તેમની  માતા સાથે પિયરમાં રહે છે. કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે આશ્રિત બેનને બે છોકરા છે. હાલ બાળકો અભ્યાસ કરે છે.  આશ્રિત બેન ના પતિને ઘર જમાઈ રાખેલ હતા. પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હોય  પતિ સાથે સામાજિક રીતે છૂટાછેડા લેવામાં આવેલ હતા. જે દરમ્યાન આશ્રિતબેન  સાથે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને સમજાવવામાં આવ્યું કે તેમના બાળકો અને માતાની જવાબદારી પૂરી કરવી.
સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આશ્રિત બેનના પતિ અને સરપંચ સાહેબને ટેલિફોનીક સંપર્ક કરવામાં આવ્યો
આશ્રિત બેનની માતા વૃધ્ધ હોવાથી તેઓ સખી વન સ્ટોપ સેન્ટર પર આવી શકે તેમ ન હોય સેન્ટર ની ગાડી દ્વારા  ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજનાના જીલ્લા કો-ઓર્ડીનેટર તેમજ  OSC ના કર્મચારી સાથે સંકલન માં રહી આશ્રિત બેન ને તેની માતા સાથે પુનઃ સ્થાપન કરાવવામાં આવેલ હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર