જામનગર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બે દિવસમા કુલ 42 જેટલી વીજ ચેકીંગની ટુકડી દ્રારા 1019 વીજ કનેક્શનો ચેક કર્યા, જે પૈકી 182 કનેકશનમાથી કુલ રૂ. 84.30 લાખની વીજ ચોરી પકડી પાડેલ છે.
મંગળવારે જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે પીજીવીસીએલની 43 ટીમ દ્રારા 513 વિજ કનેકશન તપાસવામાં આવ્યા હતા. જે પૈકી 90 કનેકશનમાથી કુલ રુ. 39.70ની વીજચોરી પકડાઈ હતી.
જામનગર જિલ્લાના જોડીયા, કુન્નડ, તારાણા, તેમજ દેવભૂમિદ્વારકા જિલ્લાના વડત્રા દાત્રાણા, કેશોદ, ખંભાળિયા સહીતના ગામમા ચેકીંગ કરવામાં આવેલ હતા. વીજ ચેકિંગ ટુકડીની મદદમાં એસઆરપીના 11 જવાનો,34 પોલીસ કર્મચારી તથા ત્રણ વિડીયોગ્રાફર ને જોડવામાં આવ્યા હતા.