પવિત્ર અંબાજી ગબ્બર પરની રોપ-વેની સુવિધા ૬ દિવસ માટે બંધ રહેશે. વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈ રોપ-વે સેવા બંધ કરવામાં આવશે. તારીખ ૦૩/૦૩/૨૦૨૫થી ૦૮/૦૩/૨૦૨૫ સુધી રોપ-વે રહેશે બંધ. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈ તંત્ર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે. ભક્તો પગથિયા ચઢીને ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરી શકે છે. રોપ-વેની મેન્ટનેન્સ પ્રક્રિયા પરિપૂર્ણ થયા બાદ સેવા ફરી શરૂ કરવામાં આવશે.
અંબાજી ખાતે ગબ્બર પર્વત પર બિરાજમાન માતાજીના દર્શનાર્થે આવતા યાત્રિકો માટે મહત્વના સમાચાર છે. ગબ્બર પર્વત પર માતાજીના દર્શન માટે રોપ-વેની સુવિધા ૬ દિવસ માટે બંધ રહેશે. રોપ-વેની વાર્ષિક જાળવણી અને સુરક્ષા તપાસને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે.
માતાજીના દર્શન કરવા આવતા યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે. રોપ-વેની મેન્ટેનન્સ પ્રક્રિયા દરમિયાન, રોપ-વેના તમામ સાધનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને જરૂરી સમારકામ કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, રોપ-વે સેવા ફરી શરૂ કરવામાં આવશે.જે યાત્રિકો ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરવા ઇચ્છે છે, તેઓ પગથિયાં ચઢીને જઈ શકે છે. યાત્રિકોની સુવિધા માટે પગથિયાં પર પીવાના પાણી અને આરામ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રોપ-વેની મેન્ટેનન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, યાત્રિકો માટે રોપ-વે સેવા ફરી શરૂ કરવામાં આવશે. યાત્રિકોને અસુવિધા માટે ખેદ છે.