Gujarat

સુણેવકલ્લાનાં શ્રી સ્વામિનારાયણ મંદિરનો છઠ્ઠો પાટોત્સવ ઉજવાયો

હાંસોટ તાલુકાનાં સુણેવકલ્લા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરનો છઠ્ઠો પાટોત્સવ સદગુરુ શ્રી નીલકંઠ ચરણ સ્વામીનાં સાંનિધ્યમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે 20 ગામોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તોની હાજરી વચ્ચે ગામનાં વતની અને સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત એવા શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પારિતોષિક વિજેતા ગજેન્દ્ર છગનભાઈ પટેલને સ્વામી નીલકંઠ ચરણજીનાં વરદ હસ્તે પુષ્પમાળા, ખેસ અને વસ્ત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. યજમાન હરિભાઈ પટેલ દ્વારા મહાપ્રસાદીનાં આયોજન વચ્ચે ગ્રામજનોએ આનંદ વ્યક્ત કર્યો હતો.