Gujarat

રૂરલ એલસીબીની ટીમે વોચ ગોઠવી બે આરોપી સાળો-બનેવી દારૂની ૧૨૦ બોટલ સાથે ઝડપી પાડયા

જેતપુરના મોટા ગુંદાળા ગામ પાસેથી રૂરલ એલસીબીની ટીમે અંગ્રેજી દારૂની ૧૨૦ બોટલ સાથે બે શખ્સોને ઝડપી લીધા
જેતપુરના મોટા ગુંદાળા ગામ પાસેથી રૂરલ એલસીબીની ટીમે વોચ ગોઠવી સાળા-બનેવીની બેલડીને દારૂની ૧૨૦ બોટલ સાથે ઝડપી લીધા હતા. જેતપુરનો સાહીલ ઉર્ફે જીણો અને આશિષ ઉર્ફે બદામ સ્વીફ્ટ કારમાં જથ્થો ભરી નીકળ્યા હતા. દારૂ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ૩.૮૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો દાખલ કરાયો છે.
મળતી માહિતી મુજબ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે મોટા ગુંદાળા ગામ પાસે બાતમી વાળી મારૂતી સ્વીફટ કાર પસાર થતા તેને અટકાવી ઝડતી લેતા કારમાંથી રૂ. ૭૨૦૦૦ની કિંમતની દારૂની ૧૨૦ બોટલ મળી હતી. કારમાં બે આરોપી સવાર હોય જે આશિષ ઉર્ફે પપ્પુ ઉર્ફે બાદામ ગોપાલ સોલંકી, અને સાહીલ ઉર્ફે જીણો રાજુ સરવૈયા (બન્ને રહે. જેતપુર ફુલવાડી) બંનેની પુછપરછ કરાતા આશિષ સાહીલનો બનેવી છે.
બંને સાળા બનેવી આમ તો કારખાનામાં છુટક મજૂરી કરે છે પણ રૂપિયા કમાઈ લેવા દારૂની હેરાફેરી કરવાનું નક્કી કર્યું. પ્રથમ ટ્રીપમાં જ પોલીસ હાથે પકડાઈ ગયાની વાત કરેલ છે. પણ વધુ તપાસ પોલીસે ચાલુ રાખી છે. જેતપુર તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. બંને આરોપી પાસેથી બે મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવેલ છે. જેમાં એક નંબર મળેલ છે. જે સપ્લાયરના નંબર હોવાનું અનુમાન છે. તેથી તેની શોધખોળ હાથ ઘરાઈ છે.