Gujarat

થરાદ ખાતે મહારાણા પ્રતાપ ની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમાને ફુલહાર ચડાવી ઉજવણી કરાઈ.

થરાદ ખાતે મહારાણા પ્રતાપ ની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમાને ફુલહાર ચડાવી ઉજવણી કરાઈ.

થરાદ ખાતે મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિતે થરાદ ખાતે મહારાણા ચોકમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને રાજપુત સમાજના યુવાનો દ્રારા ફુલહાર કરવામ આવ્યા હતા જેમા મહારાણાનો જન્મ જયેષ્ઠ મહીનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર થયો હતો તેમજ અંગ્રેજી કેલેંડરના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ ૯ મે ૧૫૪૦ માં થયો હતો મહારાણા પ્રતાપનો જન્મ રાજસ્થાનના કુંભલગઢમાં રાજપૂઓના એક હિંદુ પરિવાર માં થયો હતો તે સિસોદિયા વંશના વંશજ હતા. મહારાણા પ્રતાપએ ઘણીવાર રણભૂમિમાં મુગ્લ શાસક તો ટક્કર આપી હતી. ૧૯ જાન્યુઆરી ૧૫૯૭ ના રોજ મહારાણા પ્રતાપનું અવસાન થયું અને ત્યાં સુધીમાં તેમણે તેમના મેવાડને ખૂબ સુરક્ષિત બનાવી દીધું હતું.આજે થરાદ ખાતે મહારાણા પ્રતાપ ની પુણ્યતિથિ નિમિત્તે સંજયસિંહ રાજપુત, જયરાજસિંહ રાજપુત, રમેશસિંહ રાજપુત, હાર્દિકસિંહ રાજપુત, વિક્રમસિંહ રાજપુત, હઠેસિંહ રાજપુત, મનુસિંહ રાજપુત, વિજય સિંહ રાજપુત વગેરે ઉપસ્થિત રહી પ્રતિમાને ફુલહાર કરી પુણ્યતિથિની ઉજવણી કરી હતી.

*અહેવાલ.ધર્મેશ જોષી થરાદ બનાસકાંઠા*

IMG-20250127-WA0062.jpg