રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં લોકોને ઘરે ઘરે ફિલ્ટર યુક્ત પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કરોડોના ખર્ચે કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર પાણી પુરવઠા વિભાગ દ્વારા લેહવાંટ જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરી ચાલી રહી છે. અંદાજિત 70 કરોડ ઉપરાંતની કામગીરી ચાલી રહી છે.

જેમાં 53 જેટલા ગામો અને 22 જેટલા ફળિયાના લોકોને ફિલ્ટર યુક્ત પાણી મળી રહે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત અંતિમ તબક્કાની કામગીરી ચાલી રહી છે. હાલ પાણીના ટેસ્ટિંગ અને મેન્ટેનન્સ ની કામગીરી ચાલી રહી છે. એટલે હવે થોડાક જ દિવસોની અંદર લોકોને ફિલ્ટર યુક્ત પાણી મળી રહેશે. જેથી લોકોમાં આનંદ સાથે ખુશી જોવા મળી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

