રાજકોટ ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો સાથે ઇસમને પકડી પાડતી થોરાળા પોલીસ સ્ટેશન.
રાજકોટ શહેર તા.૧૩/૫/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ કુબલીયા ચોકીના PSI એન.આર.ડોબરીયા તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહી પ્રોહી-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા સુચના કરેલ જે અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન નિલેશભાઈ પરમાર તથા સંજયભાઈ વિરજીભાઈ તથા નિલેશભાઈ જમોડ નાઓની સંયુક્ત હકિકત આધારે ૮૦ ફુટ રોડ ભારતનગર, ત્રિશુલ કારખાનાની સામે જાહેર રોડ પરથી આરોપીના કબ્જામાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. થોરાળા પો.સ્ટે. પ્રોહી કલમ-૬૫(ઈ), ૧૧૬(બી), ૯૮(૨) મુજબ અરબાજ રફીકભાઈ રાવમાં જાતે.સંધી મુસ્લીમ ઉ.૨૮ રહે.નવા થોરાળા સ્કુલ નં.૨૯ ની પાછળ આરાધના સોસાયટી શેરીનં.૨ રાજકોટ. ભારતીય બનાવટના વિદેશીદારૂની વાઈટ લેક વોડકા ઓરેન્જ ફ્લેવર રાજસ્થાન ઓન્લી લખેલ બોટલો નંગ-૯૬ કિ.૨૯,૦૮૮ સફેદ કલરની સ્કોર્પીથી ગાડી જેના રજી નં.GJ-03-FD-2775 કિ.૪,૫૦,૦૦૦ ફુલ કિ.રૂ.૪,૮૪,૦૮૮ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.