અન્ નદાન મહાદાન એ સંદેશને સુપેરે ચરિતાર્થ કરતાં કબીર ટેકરી આશ્રમના મહંતશ્રી નારાયણદાસ સાહેબ
સા વરકુંડલા ખાતે આવેલ કબીર ટેકરી આશ્રમ ખાતે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ નિસ્વાર્થ ભાવે ચાલી રહી છે આ સેવાકીય પ્રવૃત્તિઓ પૈકી ખાસકરીને ભૂખ્યાને ભોજન એ કબીર સાહેબના સંદેશને ચરિતાર્થ કરતી જરૂરિયાતમંદને વિનામૂલ્યે ટિફીન સેવા દ્વારા જરૂરિયાતમંદ લોકોના ઘર સુધી ભોજન પહોંચાડવાના આ અભિયાન એટલે કબીર સાહેબના સંદેશ અન્નદાન મહાદાનનો સંદેશ ગુંજતો રહે છે

શ્રી નિર્મળ સાહેબ ટિફિન સેવા દ્વારા નિરાધાર, અશક્ત, નિઃસંતાન, ગરીબ વૃધ્ધ અને જરૂરિયાતમંદ લોકોને બે ટાઈમનું ટિફીન તેમની ઘરે રૂબરૂ હેત પ્રિતથી પહોંચાડવામાં આવે છે. હાલ અંદાજિત ત્રણસો કરતાં વધુ ટિફિન તૈયાર કરી અને જરૂરિયાતમંદ લોકોને ઘેર ઘેર પહોંચાડવામાં આવે છે.આ ઉપરાંત સરકારી હોસ્પિટલમાં પ્રસુતાને શિરો અને એક કિલો ચોખ્ખુ ઘી પહોંચતુ કરવામાં આવે છે. આ ઉપરાંત સાવરકુંડલા હોસ્પિટલમાં દાખલ થયેલ જરૂરિયાતમંદ દર્દીઓને તથા સાથે આવેલ સગાસંબંધીઓને પણ ટિફિન પહોંચાડવામાં આવે છે. આ તમામ સેવાઓ છેલ્લા ઘણા વર્ષોથી વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.

કબીર સાહેબના સંદેશ ભૂખે કો ભોજન એ જીવનમંત્રને કબીર ટેકરી આશ્રમના મહંતશ્રી નારાયણદાસ સાહેબ પૂર્ણતઃ નિભાવી આ સેવા યજ્ઞ ચલાવી રહા છે. અનેક મુશ્કેલીઓનો સામનો કરવો કરીને પણ આ ટિફિન સેવાનું ભગીરથ કાર્ય સતત અવિરત ચાલતું જોવા મળે છે. શિયાળો ઉનાળો કે ચોમાસુ બારેય આ ટિફિન સેવા અવિરત ચાલુ છે. સેવા કરવી એ પણ ખાંડાના ખેલ છે અને આવી સેવાકીય પ્રવૃત્તિઓ તો કોઈ અલગારી સાધુ જ કરી શકે અને કબીર ટેકરીના મહંત શ્રી નારણદાસ સાહેબ ગુરૂની પ્રેરણા અને આશીર્વાદ સાથે સુપેરે કરી રહ્યા છે ધીમે ધીમે દાતાશ્રીઓ પણ આવી નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને આવી પ્રવૃત્તિમાં પોતાનો આર્થિક સહયોગ આપી રહ્યા છે.
આમ કબીર ટેકરી આશ્રમના આ અભિયાનને અવિરત ચાલુ રાખવા માટે આપનો આર્થિક સહયોગ એક ચૈતસિક ઉર્જા પૂરી પાડશે. કોઈ વખત સાવરકુંડલા આવવાનું થાય તો આ કબીર ટેકરી આશ્રમની મુલાકાત અવશ્ય લેવી. આ ટિફિન સેવામાં ભોજન બનાવવા માટે ઘણીવખત મહંત શ્રી નારણદાસ સાહેબ પોતે પણ ભોજન બનાવતાં જોવા મળે છે.
બિપીન પાંધી સાવરકુંડલા

