Gujarat

મેંદરડા : ખાતે ઓપરેશન સિંદૂરના ગૌરવ માં તિરંગા યાત્રા યોજાઈ

મેંદરડા : ખાતે ઓપરેશન સિંદૂરના ગૌરવ માં તિરંગા યાત્રા યોજાઈ

પહેલગામ આતંકી હુમલા બાદ ઓપરેશન સિંદૂર વિજય ની આન બાન સાન સાથે ઉજવણી

શહેરના આંબેડકર ચોક ખાતે ઓપરેશન સિંદૂર ના વિજયની આન,બાન,શાન સાથે ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં ભારત માતાકી જય,વંદે માતરમ, શહીદો અમર રહો, સહિતના નારાઓ લગાવી ઉજવણી કરવામાં આવી હતી

આ ઉજવણી માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર પહેરાવી વિવિધ નારાઓ સાથે યાત્રા શરૂ કરી નગરના રાજમાર્ગો પર ફરી હતી બાદ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને ફૂલહાર પહેરાવેલ

આ કાર્યક્રમ માં દેશના જાંબાઝ જવાનો ના શોર્યને સલામી આપી ભારતીય સેના ની ત્રણેય પાંખના જવાનોએ પાકિસ્તાન સામે તેમની વીરતાનો પરચમ લહેરાવ્યો છે ત્યારે ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાનમાં છુપાયેલા 100 કરતાં વધુ આંતકવાદીઓનો સફાયો કર્યો હતો

જ્યારે આ ત્રણેય પાંખના જવાનો એ ઓપરેશન સિંદૂર પાર પાડેલ છે ત્યારે દેશના વીર જવાનોના પરાક્રમને બિરદાવવા મેંદરડા શહેર દેશપ્રેમના રંગે રંગાયું હતું અને સૈનિકોનું મનોબળ મજબૂત કરવા તેમને એકતા અને અખંડિતા નો સંદેશ આપવા સાથે દેશ પ્રેમથી છલોછલ ભરેલી તિરંગા યાત્રા સરદાર ચોક ખાતે પૂર્ણ કરવામાં આવેલ હતી

આ તિરંગા યાત્રામાં મહંત સુખરામ દાસ બાપુ,નગરજનો, વિવિધ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ, રાજકીય બિન રાજકીય આગેવાનો, કાર્યકરો,યુવાનો, મહિલાઓ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

IMG-20250518-WA0022-3.jpg IMG-20250518-WA0020-2.jpg IMG-20250518-WA0018-1.jpg IMG-20250518-WA0017-0.jpg