ઉનાળાના પ્રકોપની ગરમી હવે રસ્તા પર રખડતા ઢોર પર પડી હોય તેવુ લાગી રહ્યું છે.
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આવા રખડતાં રેઢિયાળ પશુઓને નિમંત્રિત કરવા કોઈ ઠોસ પોલીસી ઘડાઈ તેવું આમજનતા ઈચ્છે છે
આવા દ્રશ્યો શહેરમાં છાશવારે જોવા મળતા હોય છે. આ સંદર્ભે તંત્રના પેટનું પાણી હલતું હશે કે નહીં?
સાવરકુંડલા તારીખ ૩-૩- ૨૦૨૫ જેસર રોડ ગીતાંજલી સોસાયટીમાં ખરા બપોર જામ્યું બળદ (આખલા) યુદ્ધ……
લોકો રસ્તા પર રખડતાં પશુઓના ત્રાસથી ભારે પરેશાન આમ પણ હવે ઉનાળાની ધોમ ગરમી વચ્ચે પશુઓનો મિજાજ પણ ઉગ્ર બને એ પણ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આ રખડતાં પશુઓના નિયંત્રણ માટે કોઈ ચોક્કસ પોલિસી ઘડાય તેમ લોકો ઈચ્છી રહ્યા છે.
બિપીન પાંધી સાવરકુંડલા