Gujarat

આમખુટામાં ગૌચરની જમીનમાં બિનઅધિકૃત રીતે માટી ખનન

માંગરોળ તાલુકાના આમખુટા ગામે સરકારી ગૌચરની જમીનમાં બિન અધિકૃત રીતે માટી ખનનનું મોટું કૌભાંડ બહાર આવતા ગામના જાગૃત નાગરિકે જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ સાથે મામલતદાર અને ટીડીોને ફરિયાદ કરી હતી.

જાગૃત નાગરિક રૂપસિંગ ગામીતએ લેખિત ફરિયાદ કરી જણાવ્યું કે આમખુટા ગામની હદમાં સરકારી ગૌચરની જમીનમાંથી મોટા પાયે માટી ખનન કરી બારોબાર માટી વેચી મારવામાં આવી છે ખાતા નંબર 205 અને બ્લોક નંબર 49 ક્ષેત્રફળ 12 15.75 અને બ્લોક નંબર 380 ક્ષેત્રફળ 15 10 67 વળી પડતર જમીનમાંથી ગામના ઈસમ છીતુભાઈ ગામીત તથા સુરતના નિરવભાઈ કંથારીયાના મેળાપીપણામાં આ બંને બ્લોકમાં ગેરકાયદે ખોદકામ કરાવીને પોતાના ફાયદા માટે ગામની અને સરકારના કે કોઈપણ વિભાગની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરવામાં આવ્યું છે

નીરવભાઈ મગનભાઈ કંથારીયા એ આ માટી વેચી મારેલ છે ખોદકામ કરાવ્યા બાદ નંબર વગરના વાહનો ઉપયોગ કરેલ છે આ ચોરીમાં વાહન નંબર જી જે ૧૯ યુ ૪૯૮૭ નો ઉપયોગ કરેલ છે વધુમાં ગામ લોકો દ્વારા પૂછપરછ કરતા તેઓએ અમારી પાસે સરકારની ખોદકામ માટે મંજૂરી લીધેલ છે અને જેના કાગળો અમારી પાસે છે

એવા જવાબો અપાયા હતા જે અંગે અમે તપાસ કરતા ગૌચર માં માટી ખોદકામ કરવા સરકાર દ્વારા કોઈપણ વિભાગની મંજૂરી આપવામાં આવેલ નથી. ગામજનોને ગેરમાર્ગે દોરી માટી ચોરી કરવામાં આવી છે અને અન્ય સ્થળે લઈ જઈ આ માટી વેચી છે. આ બાબતે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે અને કાર્યવાહી નહીં થાય તો ગ્રામજનો સાથે આંદોલન કરવાની ચીમકી તેઓએ આપી હતી.