બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષકો માટે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તથા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ઓનલાઈન ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શિક્ષક ભાઈ-બહેનોએ રસપૂર્વક ભાગ લીધો હતો.
સદર આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્વિઝનાં વિજેતા શિક્ષકો આ મુજબ જાહેર થયા હતાં. પ્રથમ: હેમાક્ષીબેન પટેલ (દિહેણ પ્રા. શાળા), દ્વિતીય: સ્નેહલકુમાર પટેલ (માસમા પ્રા. શાળા), તૃતિય: જાગૃતિબેન પટેલ (પરીયા પ્રા. શાળા) જ્યારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્વિઝનાં વિજેતા શિક્ષકો આ મુજબ જાહેર થયા હતાં. પ્રથમ: ભાર્ગવકુમાર ત્રિવેદી પટેલ (પરીયા પ્રા. શાળા), દ્વિતીય: યાનિકાબેન પટેલ (ઈશનપોર પ્રા. શાળા), તૃતિય: રજનીબેન પટેલ (સાયણ સુગર પ્રા. શાળા)

ક્વિઝનાં વિજેતા સારસ્વતમિત્રોને બી.આર.સી.કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ સહિત તમામ સી.આર.સી. કો-ઓર્ડિનેટર મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.