Gujarat

ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા કન્ઝ્યુમર કલબોને ચેક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજરોજ સાવરકુંડલા મુકામે આવેલ મહિલા અધ્યાપન મંદિરમાં ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા સંચાલિત કન્ઝ્યુમર કલબોને તેમની ગ્રાહક સુરક્ષા જાગૃતિ સંદર્ભે કરવામાં આવતી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ સંદર્ભે સરકારશ્રી દ્વારા આપવામાં આવતી નાણાંકીય સહાય ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ
આ પ્રસંગે સાવરકુંડલાની વિવિધ હાઈસ્કૂલ તેમજ કોલેજમાં ચાલતી કન્ઝ્યુમર કલબોના પ્રતિનિધિઓને ચેક વિતરણ કરવામાં આવેલ..કાર્યક્રમના શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત તમામનું ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રમુખ રમેશભાઈ હીરાણી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.
આ પ્રસંગે ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના સક્રિય સભ્યો બિપીનભાઈ પાંધી તેમજ હર્ષદભાઈ જોશીએ સંસ્થાના પ્રવૃતિની આછી સમજ સાથે પ્રાસંગિક ઉદ્બોધન કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ કામળીયા દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના તાબાની વિવિધ હાઈસ્કૂલ તથા કોલેજમાં ચાલતી કન્ઝ્યુમર ક્લબના પ્રતિનિધિઓને સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ રૂપિયા ૪૦૦૦ ની નાણાકીય સહાય કન્ઝ્યુમર ક્લબના પ્રતિનિધિઓને સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળની ટીમ હસ્તે ચેક વિતરણ અર્પણ વિધિ કરવામાં આવેલ.
  
આ સંદર્ભ ઉપસ્થિત તમામ દ્વારા પોતાની શાળા કોલેજમાં ચાલતી કન્ઝ્યુમર ક્લબ વધુ અસરકારક રીતે કાર્ય કરે તે માટે પ્રતિબદ્ધતા દોહરાવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ માટે સહ્રદયી આભાર સહ અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા