ગ્રીસના ક્રીટ દ્વીપ પાસે બુધવારે વહેલી સવારે ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા ૬.૩ રિક્ટલ સ્કેલ નોંધાઈ છે. સ્થાનિક સમય મુજબ વહેલી સવારે આ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ એટલો જાેરદાર હતો કે, લોકો ડરી ગયા હતા અને ઘરની બહાર ભાગવા લાગ્યા હતા.
આ ભૂકંપ બાબતે જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીયોસાઇન્સ અનુસાર, ગ્રીસના ક્રીટ દ્વીપ પર બુધાવારે (૧૪ મે) વહેલી સવારે ૬.૩ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ ૮૩ કિલોમીટર ઊંડાણ પર આવ્યો હતો. અત્યાર સુધી ભૂકંપથી કોઈ મોટું નુકસાન અથવા જાનહાનિ નોંધાઈ નથી. સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા દળ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ સાથે જ લોકોને સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે, ગ્રીસના આ ભૂકંપની અસર મિસ્ત્ર અને ઈઝરાયલ સુધી જાેવા મળી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ જીયોલૉજિકલ સરવે અનુસાર, ભૂકંપ સ્થાનિક સમયાનુસાર ૧:૫૧ વાગ્યે આવ્યો હતો. જેના આંચકા મિસ્ત્રના કાહિરા સાથે-સાથે ઈઝરાયલ, લેબેનોન, તુર્કિયે અને જૉર્ડનમાં પણ અનુભવાયા હતા.