કેથોલિક ચર્ચના કાર્ડિનલ્સે આગામી પોપની પસંદગી કરી, નવા પોપની થઈ જાહેરાત
ગુરૂવારે ૮ મે, ૨૦૨૫ના રોજ વેટિકન સિટીમાં સિસ્ટાઇન ચેપલની ચીમનીમાંથી સફેદ ધુમાડાના ગોટેગોટા નીકળ્યા છે. આનો અર્થ એ થયો કે કેથોલિક ચર્ચના કાર્ડિનલ્સે આગામી પોપની પસંદગી કરી છે. પોપ લિઓ સેન્ટ પીટર્સ બેસિલિકાની સેન્ટ્રલ બાલકનીમાં આવ્યા. જ્યાં સિસ્ટન ચેપલની ચીમનીમાંથી સફેદ ધુમાડો નીકળ્યો. આશરે ૭૦ મિનિટ બાદ નવા પોપનો સ્પષ્ટ ચહેરો દેખાયો. ૧૩૩ કાર્ડિનલ પસંદગીકારોએ કેથેલિક ચર્ચ માટે પ્રથમ વખત કોઈ અમેરિકન રોબર્ટ પ્રીવોસ્ટની પસંદગી કરી છે. ફ્રાન્સના કાર્ડિલન ડોમિનિક મામ્બર્ટીએ સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં એકઠાં થયેલા લોકોની વચ્ચે જઈ ઘોષણા કરી હતી કે, અમારી પાસે એક નવા પોપ છે.
અમેરિકાના ધર્મગુરૂ રોબર્ટ ફ્રાન્સિસ પ્રીવોસ્ટની ખ્રિસ્તી ધર્મગુરૂ (નવા પોપ) પદે નિમણૂક થઈ છે. અમેરિકામાંથી પોપ બનનારા તેઓ પ્રથમ કાર્ડિનલ છે. બે દિવસ ચાલેલી ઊંડી ચર્ચા-વિચારણા બાદ પ્રીવોસ્ટને પોપ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હવે તેઓ પોપ લિઓ ઠૈંફ તરીકે ઓળખાશે.
શિકાગોમાં જન્મેલા ૬૯ વર્ષીય પ્રીવોસ્ટ ઓગસ્ટિનિયન ઓર્ડરના સભ્ય હતા. તેમણે મોટાપાયે સેવાઓ કરી હતી. ૨૦૨૩માં બિશપના ડિકાસ્ટરીના પ્રિફેક્ટ અને લેટિન અમેરિકામાં પોંટિફિકલ કમિશનના અધ્યક્ષ હતાં. પોપ ફ્રાન્સિસ લિઓ ઠૈંફ તરીકે ઓળખાશે.